મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

હવે તત્કાલ રેલ્વે ટિકિટ ઉપર પણ મળશે ૧૦૦% રિફંડ

નવી દિલ્હી : રેલ્વેના મુસાફરો માટે રાહતના સમાચારઃ હવે તત્કાલ ટિકિટ ઉપર પણ મળી શકશે ૧૦૦ ટકા રિફંડઃ રેલ્વેએ પાંચ શરતો પર તત્કાલ ટિકિટ પર ૧૦૦ ટકા રિફંડ આપવાની વ્યવસ્થા શરૂ કરીઃ જે હેઠળ કાઉન્ટર અને ઇ-ટિકિટ બંને પર રિફંડ મળશેઃ નવા નિયમ મુજબ ટ્રેનના પ્રારંભિક સ્ટેશન ઉપર ૩ કલાક વિલંબથી આવવા પર, રૂટ ડાયવર્ટ થવા, બોર્ડીંગ સ્ટેશનથી ટ્રેન નહિ જવા અને કોચ ડેમેજ થવા કે બુક ટિકિટવાળી શ્રેણીમાં યાત્રાની સુવિધા ન મળવા પર મુસાફર ૧૦૦ ટકા રિફંડ લઇ શકશેઃ એટલુ જ નહી જો યાત્રીને લોઅર શ્રેણીમાં યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવાય તો રેલ્વે ભાડાના અંતરની સાથે જ તત્કાલ ચાર્જ પરત કરશે.

(11:38 am IST)