મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

અમીતભાઈ શાહની કાલે રેલીઃ ૩૭૦૦ જવાનોનો ચાંપતો બંદોબસ્ત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હરીયાણા પ્રવાસ માટે સુરક્ષાને લઈને પોલીસ ચિંતીત

નવી દિલ્હી, તા.૧૪ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહના કાલે તા.૧૫ના રોજ હરીયાણા પ્રવાસથી રાજ્ય પોલીસની નહીં પણ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઈ છે.

હરીયાણાના પોલીસ મહાનિર્દેશક બી.એસ. સંધુ પોતે નિયમિત રૂપે અમીતભાઈ શાહની સુરક્ષાનો રીવ્યુ કરી રહ્યા છે. શાહની સુરક્ષાને લઈ હરીયાણા સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવાના મુડમાં નથી. પ્રદેશના અન્ય જીલ્લાઓમાંથી પોલીસ દળને જીંદમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ પાસેથી મળેલ રિપોર્ટ અનુસાર, અર્ધસૈનિક બળોની ૧૦ કંપનીઓ જીંદ પહોંચી ગઈ છે અને ૧૫ ફુબ્રુઆરી સુધી અર્ધ સૈનિક બળોની ૩૭ કંપનીઓ જીંદમાં રહેશે.  પેરા મિલ્ટ્રીના નિયમાનુસાર એક કંપનીમાં ૧૩૫ જવાન હોય છે. આમા ૧૦૦ જવાનોને એક સમયે ડ્યુટી પર મૂકતા ૩૦ જવાનોને અનામત રાખવામાં આવે છે. તેમાં સહાયક, અરદલી, લાંગરી અને સહયોગી, વગેરેનો સમાવેશ થાય છે. આ આંકડાને જો આધાર બનાવવામાં આવે તો રેલીના દિવસે પેરા મિલ્ટ્રીના ૩૭૦૦ જવાન જીંદના ખૂણે-ખૂણે તૈનાત હશે.

 

(11:32 am IST)