મુખ્ય સમાચાર
News of Saturday, 14th August 2021

૬ મહિના બાદ બૂસ્ટર ડોઝ જરૂરી

કોવિશીલ્ડ વેકિસન ૨ ડોઝ લીધા બાદ ત્રીજો ડોઝ પણ લેવો જરૂરીઃ પુનાવાલા

નવી દિલ્હી, તા.૧૪: સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાઈરસ પૂનાવાલાએ કહ્યું કે કોવિશિલ્ડના ૨ ડોઝ લેતા સમયે બંને વચ્ચે આદર્શ અંતર હોવું જોઈએ. આ સાથે બંને ડોઝ લેનારાએ વેકિસનનો ત્રીજો ડોઝ પણ લેવાનો રહેશે. કોવિશિલ્ડથી તૈયાર થતી એન્ટીબોડી થોડા સમયમાં ઓછી થાય છે. આ સાથે લેંસેટના  રિપોર્ટના આધારે પૂનાવાલાએ કહ્યું કે એ સાચું છે કે એન્ટીબોડી ઘટવા લાગે છે પણ મેમરી સેલ કાયમ રહે છે. 

તેઓએ કહ્યું કે ૬ મહિના બાદ એન્ટીબોડી ઘટવા લાગે છે અને મેં ત્રીજો ડોઝ લીધો છે. ૭-૮ હજાર કર્મચારીઓને આ ડોઝ આપ્યો છે. જેઓએ બીજો ડોઝ લઈ લીધો છે તેઓએ ત્રીજો ડોઝ લેવો.

આ સાથે તેઓએ કહ્યું કે કોવિશિલ્ડના ૨ ડોઝ વચ્ચે ૨ મહિનાનું અંતર જરૂરી છે. પૂનાવાલાએ કહ્યું કે વેકિસનની અછત છે મમાટે મોદી સરકારે આ સમયને ૩ મહિનાનો કર્યો છે પણ ૨ મહિનાનું અંતર યોગ્ય માનવામાં આવે છે.  તેઓએ એમ પણ કહ્યું કે લોકડાઉન વાયરસથી લડવા માટે પ્રભાવી રીત નથી. તેઓએ કહ્યું કે વધારે લોકોમાં બેદરકારી અને ડોકટરની સંક્રમણની સૂચના આપવામાં મોડું થવાનું કારણ મોત માટે જવાબદાર બને છે.

(11:43 am IST)