મુખ્ય સમાચાર
News of Saturday, 14th August 2021

૨૨ રાજયોમાં ફકત ૮ ટકાને જ બંને ડોઝ મળ્યા છે

કોરોના રસીકરણની સ્થિતિ ધીમી : દિલ્હીમાં ૧૭ અને યુપીમાં ૪ ટકાને જ બંને ડોઝ

નવ દિલ્હી તા. ૧૪ : બે દિવસ બાદ ૧૬ જુલાઈએ દેશમાં કોરોના રસીકરણના સાત મહિના પૂર્ણ થઇ જશે. અત્યારસુધીમાં૫૩ કરોડથી વધુ લોકોનું રસીકરણ થઇ ચૂકયું છે. પરંતુ જો રાજય અને ડોઝની દ્રષ્ટિએ જોઈએ તો આંકડા હજુ પણ મોટી વસ્તીનું રસીકરણ ન હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. એટલું જ નહીં દરેકને વેકસીન આપવાની ઉતાવળમાં બીજા ડોઝનું રસીકરણ પણ ખુબજતેજીથી ચાલી રહ્યું છે. આંકડા મુજબ, ૨૨ રાજયોમાં દર ત્રીજો વ્યકિત કોરોના વેકસીન લઇ ચુકયો છે. આ લોકોએવેકિસનનો એક ડોઝ લીધેલો છે. આ લોકોએવેકિસનનોએક ડોઝ મેળવી લીધો છે પરંતુ બીજા ડોઝનું અંતર વધુ છે. હિમાચલ પ્રદેશ સહિત સાત રાજયોમાં બન્ને ખુરાકવચ્ચે અંતર ૪૦ ટકા થી પણ વધુ છે.

દાદરા નગર હવેલીમાં ૯૫ ટકાનેએક ડોઝ લાગી ચુકયો છે. જયારેફકત ૧૩ ટકાનેબન્ને ડોઝ મળ્યા છે. આ ઉપરાંત લક્ષદ્વીપ, સિક્કિમ, ગોવા, લદ્દાખ, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં ૬૦ ટકાથી વધુ વસ્તીને એક ડોઝ મળીચુકયો છે. પરંતુ બીજો ડોઝનું રસીકરણ વધુમાં વધુ ૨૫ ટકા વસ્તીનું થયું છે.

દિલ્હીમાં ૪૩ ટકા વસ્તીને એકલ અને ફકત ૧૭ ટકા વસ્તીનાબન્ને ડોઝ વચ્ચે લેવાની પુષ્ટિ કરી છે. યુપીમાં ૨૦ ટકાને એક ડોઝ જયારે૪ ટકાને બન્ને મળી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન સાઈરસપુનાવાલાએ કહ્યું કે કોવીશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે બે મહિનાનું અંતર યોગ્ય છે. સાથે જ કહ્યું કે છ મહિના બાદ વધુ એક ડોઝ લેવો જોઈએ.

એક પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે કોરોના વિરુદ્ઘ થોડોક સમય બાદ એન્ટિબોડી ઓછી થવા લાગે છે. એક બાજુ કોરોના રસીકરણમાં ઉતાર-ચડાવ ચાલુ છે બીજી બાજુ રાજયોની પાસે પર્યાપ્ત વેકિસન હોવાનો કેન્દ્ર સરકારનો દાવો કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૫૯ લાખ વેકિસનનો નવો જથ્થો રાજયોને મોકલવામાં આવી ચુકી છે.

(11:42 am IST)