લો બોલો! હવે વેલેન્ટાઇન ડે માટે બોયફ્રેન્ડ પણ ભાડેથી મળશે
પેકેજમાં ઓડી રાઇડથી લઇને હાથ પકડવા સુધીની અનેક સુવિધાઓ
ગુરૂગ્રામ તા. ૧૩ : તમે રેન્ટ પર કપડા, ગાડી, બંગલો લેવા વિષે તો સાંભળ્યું હશે, પરંતુ વેલેન્ટાઈન્સ ડેના દિવસે રેન્ટ પર બોયફ્રેન્ડ પણ મળે તે નહીં સાંભળ્યું હોય. પરંતુ ગુરુગ્રામના ૨૬ વર્ષીય બિઝનેસમેને સિંગલ ગર્લ્સ માટે રેન્ટ પર બોયફ્રેન્ડ બનવાની ઓફર આપી છે.શકુલ ગુપ્તા નામના આ યુવકે ફેસબુક પોસ્ટ લખીને ગર્લ્સ માટે અલગ અલગ પ્રકારના પેકેજ પણ આપ્યા છે. શકુલના પેકેજમાં ઓડી રાઈડથી લઈને હાથ પકડવા સુધીની અનેક સુવિધાઓ છે.
શકુનની આ ફેસબુક પોસ્ટને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચુકયા છે. શકુલે અમુક શરતો પણ મુકે છે, જેમકે તે ફેશન વિષે વાત નહીં કરે, તેને સી-ફૂડ નથી પસંદ વગેરે.આટલું જ નહીં, શકુલે એક પ્રોમો કોડ પણ આપ્યો છે, જેનો ઉપયોગ કરવાથી ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. હવે રેન્ટ કેટલું છે તે શકુલે નથી લખ્યું.તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જયારે શકુલે પોતાને રેન્ટ પર બોયફ્રેન્ડ બનવા તૈયાર કર્યો હોય. ગયા વર્ષે વેલેન્ટાઈન ડેટ માટે પાંચ છોકરીઓ સિલેકટ કરવામાં આવી હતી, જેમની સાથે શકુલે ઓબેરોઈમાં ડિનર કર્યુ હતું અને તેમને iPhone 7 ગિફટમાં આપ્યો હતો.