મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

વોલમાર્ટના આવવાથી રીટેઇલ માર્કેટમાં શરૂ થશે હરીફાઇ

ઇ-કોમર્સ ક્ષેત્રના દિગ્ગજ ફલીપકાર્ડમાં હિસ્સેદારી લેશે અમેરિકી રીટેલર; એમેઝોન સાથે મુકાબલો

નવી દિલ્હી, તા., ૧૩: અમેરિકાના બે મોટા હરીફો હવે ભારતમાં પ્રતિસ્પર્ધા માટે તૈયાર છે. ઇ-કોમર્સ કંપની એમેઝોનને ટક્કર આપવા માટે વોલમાર્ટ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવવાની યોજના બનાવી રહી છે. તેઓ ભારતની અગ્રગણ્ય ઇ-કોસર્મ કંપની ફલીપકાર્ડનો હિસ્સો ખરીદશે. રીટેઇલ એકસ્પર્ટસના મત મુજબ વોલમાર્ટ રિટેઇલ માર્કેટમાં બેતાજ બાદશાહ છે. તેઓ બજારની નાડ સુપેરેે પારખે છે. જો તેમણે ફલીપકાર્ડમાં પૈસા રોકયા તો ભારતનું રીટેઇલ માર્કેટ બદલાઇ જશે.

વોલમાર્ટે ભારતમાં ર૦૦૭માં પગ મુકયા છે. દેશના કારોબારની નીતીઓના કારણે તેમણે પોતાનો ફેલાવો સીમીત રાખ્યો છે. ભારતીય ઇન્ટર પ્રાઇઝેઝ સાથે તેમની ભાગીદારી નિષ્ફળ રહી હતી. અહિંયા તેમના ર૦ જેટલા વ્યાપારી કેન્દ્રો છે. જે બેસ્ટ પ્રાઇઝના નામથી ચાલી રહયા છે. ર૦૧૪ માં વોલમાર્ટેે કહયું હતું કે, તેઓ તમામ સ્ટોર ઓનલાઇન કરી રહયા છે. આ નવા તોડજોડથી તેમના ઓનલાઇન કારોબારને વધુ મજબુતી મળશે.

અમેરિકામાં વોલમાર્ટ અને એમેઝોન વચ્ચે બરોબરની હરીફાઇ છે. વોલમાર્ટે સ્ટોરના બદલે ઓનલાઇન બીઝનેસ ઉપર ધ્યાન આપ્યું છે. તેણે એમેઝોનની પ્રાઇમ શીપીંગ સર્વિસ સાથે પ્રતિસ્પર્ધા માટે પોતાના ૧પ લાખ કર્મચારીઓને ડીલીવરી ડ્રાઇવર બનાવી દીધા. આ કામ માટે તેમને પ્રોત્સાહન રકમની ઓફર કરવામાં આવી. તેમના ઘરના રસ્તામાં પેકેટોની ડીલીવીરી કરવા માટે તેમને પ્રોત્સાહીત કરવામાં આવે છે.

બેંગ્લોર સ્થિત યુનીકોર્ન ઇ-કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ડ બ્રાન્ડનું સંચાલન કરી રહી છે. આ સૌથી મોટી મુડીવાળી ઇન્ટરનેટ કંપની છે. તેમાં જાપાનની સોફટ બેંકની સૌથી મોટી હિસ્સેદારી છે. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના નૈસપર્સ અને અમેરિકન ટાઇગર ગ્લોબલના પૈસા રોકાયેલા છે. ૧૦ વર્ષ જુની આ કંપનીને આઇઆઇટી દિલ્હીના પુર્વ વિદ્યાર્થી સચિન બંસલ અને બીન્ની બંસલે શરૂ કરી હતી.

(4:20 pm IST)