A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_main_news.php

Line Number: 16

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_main_news.php
Line: 16
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Main_news.php
Line: 145
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

મુખ્ય સમાચાર
મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

ઝારખંડના પાકુર જિલ્‍લામાં બોટના આપતા સગીરા પર ગેંગરેપની ઘટનાથી હાહાકાર

ઝારખંડ: ઝારખંડના પાકુરના જિલ્લામાં પોલીસે સામૂહિક બળાત્કાર અને હત્યાના આરોપમાં ચાર શખ્સોને ગિરફતાર કર્યા છે. તમામ પર સગીર બાળા પર સામૂહિક દુષ્કર્મ કરી તેની હત્યા કરવાનો આરોપ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના હેવાલ અનુસાર ૧૩ વર્ષની સગીર બાળા ઉપર સામૂહિક બળાત્કાર કરીને મારી નખાઇ હતી કેમકે તેના પરિવારે ચૂંટણીમાં એક મહિલા ઉમેદવારને મત આપ્યો ન હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર સગીરા ૮ જાન્યુઆરીથી લાપતા હતી, તે સવારે ૬ વાગ્યે ઘરેથી નીકળી, પરંતુ ઘરે પરત ફરી ન હતી. આ અંગે તેના પરિવારે લિટ્ટીપાડા પોલીસ મથકમાં તેની ગુમ થયાની ફરિયાદ કરી હતી.

એમ કહેવાય છે કે પ્રેમલાલની પત્ની સરપંચપદ માટે ચૂંટણીમાં ઊભી રહી હતી, પરંતુ પત્નીના પરાજય અંગે પ્રેમલાલે પીડિત પરિવારને જ દોષિત ગણાવ્યો હતો. એ બાદ બદલાની ભાવનાથી સગીરાનું અપહરણ કરાયું હતું. એ બાદ તેના પર સામૂહિક દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દઇ તેની લાશને જંગલમાં ફેંકી દીધી હતી. આ કેસની તપાસ કરી રહેલા એસ.પી. શૈલેન્દ્ર બરનાવલે જણાવ્યું હતું કે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. એસ.પી.એ વધુમાં જણાવ્યું હતું કે ગુનાના પુરાવાને ઘટનાસ્થળેથી એકત્ર કરાઇ રહ્યા છે. તમામ આરોપીઓની વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.

(12:38 pm IST)