મુખ્ય સમાચાર
News of Monday, 13th June 2022

શ્રીલંકામાં વડાપ્રધાન મોદી અને અદાણીને લઇને વિવાદઃ રાજપક્ષેએ આક્ષેપોને આપ્‍યો રદીયો

ભાજપાની ઉદ્યોગપતિઅોને ફાયદો પહોîચાડવા નીતિ હવે સરહદ પારઃ રાહુલ ગાંધી

કોલંબો તા. ૧૩: શ્રીલંકાના સીલોન ઇલેકટ્રીસીટી બોર્ડ (સીઇબી) ના અધ્‍યક્ષે સંસદીય સમિતિ સમક્ષ એવું બયાન આપ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પાડોશી દેશમાં એક વીજ પરિયોજના અદાણી ગ્રુપને અપાવવા માટે રાષ્‍ટ્રપતિ ગોડબાયા રાજપક્ષે પર દબાણ કર્યું હતું.
જો આ બાબતે વિવાદ વધી જતા એક દિવસ પછી સીઇબી અધ્‍યક્ષે રવિવારે પોતાનું આ બયાન પાછું ખેંચી લીધું હતું. શ્રીલંકન રાષ્‍ટ્રપતિ રાજપક્ષેએ પણ આ આક્ષેપોને ફગાવી દીધા હતા.
શ્રીલંકામાં આ બયાનથી ભારતમાં પણ વિપક્ષે કેન્‍દ્ર સરકાર પર નિશાન તાકયું છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આ બયાન અંગેના એક સમાચારના સ્‍ક્રીન શોટને શેર કરીને ટવીટ કર્યું કે ભાજપાની ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાની નીતિ હવે સરહદ પાર કરીને શ્રીલંકા સુધી પહોંચી ગઇ છે.
સીઇબી ચેરમેન એમએમસી ફર્ડીનાન્‍ડોએ શુક્રવાર ૧૦ જૂને જાહેર ઉદ્યોગોની સંસદીય સમિતિને જણાવ્‍યું હતું કે મન્‍નાર જીલ્લામાં એક વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટનું ટેન્‍ડર ભારતના અદાણી ગ્રુપને આપવામાં આવ્‍યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા આ સોદો અદાણી જૂથને આપવામાં આવ્‍યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા આ સોદો અદાણી જૂથને આપવા માટે રાષ્‍ટ્રપતિ રાજપક્ષે પણ દબાણ ઉભું કરાયું હતું.ફર્ડીનાન્‍ડોએ સંસદીય સમિતિને કહ્યું કે, રાષ્‍ટ્રપતિ રાજપક્ષેએ તેમને કહ્યું હતું કે, આ ટેન્‍ડર અદાણી ગ્રુપને અપાયું છે કે કેમ તે આમ કરવા માટે ભારત સરકાર દ્વારા દબાણ છે.

 

(4:29 pm IST)