મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

દોષી નેતા પાર્ટી કેવી રીતે ચલાવી શકે

સુપ્રીમ કોર્ટે આરોપી નેતાઓને પક્ષ પ્રમુખ બનવાની વાત અંગે ચિંતા વ્યકત કરી

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે સોમવારે દોષી જાહેર કરેલા નેતાઓને પાર્ટી પ્રમુખ બનાવાની વાતને લઈને ચિંતા વ્યકત કરી. કોર્ટમાં કહ્યું કે, આ એક ચિંતાનો વિષય છે કે દોષી જાહેર થયેલ વ્યકિત ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાય. આવો વ્યકિત કોઈ રાજનૈતિક દળનો પ્રમુખ છે અને ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરી રહ્યો છે. પૂરી શકયતાઓ છે કે પસંદ કરેલા ઉમેદવારોમાંથી કેટલાક જીતીને સરકારમાં પણ જોડાઈ જાય.ઙ્ગ

સુપ્રીમ કોર્ટે આ મામલા પર ખૂબ જ ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને પૂછ્યું કે જો કોઈ વ્યકિત જનપ્રતિનિધિ કાયદા અંતર્ગત ચૂંટણી ન લડી શકે તો તે કોઈ પણ રાજનૈતિક પાર્ટી કેવી રીતે બનાવી શકે છે? આ સાથે જ તે પાર્ટીનાં ઉમેદવારોને ચૂંટણી માટે કેવી રીતે પસંદ કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આવા લોકો જો સ્કૂલ અથવા તો કોઈ અન્ય સંસ્થા બનાવે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેઓ એક પાર્ટી બનાવી રહ્યાં છે, જે સરકાર ચલાવશે. આ એક ગંભીર મામલો છે.ઙ્ગચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની વાળી ત્રણ જજોની બેંચ આ મામલામાં સુનવણી કરી રહી હતી. રાજનૈતિક પાર્ટી પ્રમુખ બનવા સામે વકીલ અશ્વિની ઉપાધ્યાયે જનહિત અપિલ દાખલ કરી હતી. આ અપીલ પર સુનવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી. પીઆઈએલ પર ચૂંટણી આયોગ તરફથી કાઉન્સિલર અમિત શર્માએ પણ સમર્થન આપ્યું.

(4:18 pm IST)