News of Tuesday, 13th February 2018
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેડમેન જોવે તેવી અક્ષય કુમારની ઇચ્છા
મુંબઇ તા. ૧૩: અક્ષય કુમારની ઇચ્છા છે કે તેની ફિલ્મ પેડમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જુએ. સમાજમાં પ્રવર્તેલા દૂષણોનો ખાત્મો બોલાવી શકાય અને લોકો જાગૃત થાય તે માટે મોદીજી આ ફિલ્મ જૂએ તેવી ઇચ્છા અક્ષય કુમાર ધરાવે છે.
અક્ષય કુમારની આ ફિલ્મ મહિલાઓ માટે સસ્તા સેનેટરી નેપકીન બનાવનાર અરૂણાંચલન મુરૂગનનાથનની જિંદગી પરથી બનાવાઇ છે. અગાઉ અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ-એક પ્રેમકથાને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણી હતી.
(3:45 pm IST)