મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

આજે સુપ્રીમના જજો સાથે ચર્ચા કરશે CJI

બાર એસોસિએશનમાં ધ્રુજારોઃ બોલાવી બેઠક

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં પ્રથમવાર એવી સ્થિતિ જોવા મળી હવે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સંબોધન કર્યું. સુપ્રીમના ચાર જજોએ પત્રકાર પરીષદ કરી અને દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલી રહી નથી જો આવું ચાલુ જ રહ્યું તો લોકતાંત્રિક સ્થિતિ જળવાય રહેશે નહીં. સાથે જ તેઓએ કહ્યું કે, આ મુદ્દા પર અમે સીજેઆઇ સાથે વાત કરી પરંતુ તેઓએ અમારી વાત ન સંાંભળી.

 

આ અંગે બાર એસોસિએશને આજે સાંજે ચાર વાગ્યે બેઠક બોલાવી છે. બીજી બાજુ એટોર્ની જનરલે આશા વ્યકત કરી કે, આજે વિવાદ ઠંડો પડશે. સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા બગાવતી તેવર અપનાવ્યા બાદ અને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો. તેઓએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં દરેક જજ સમાન છે અને સ્વતંત્ર છે. તેઓએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના બધા જ કેસોની યોગ્ય રીતે ફાળવણી થાય છે.(૨૧.૨૫)

 

(3:54 pm IST)