મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

બજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ

ફાળવણી વધારીને ૧૩૦ અબજ રૂપિયા કરાશે : વર્તમાન નાણાંકીય વર્ષ માટે ફાળવણી ૧૦૭.૦૧ અબજ રૂપિયાથી વધારી દેવાશે : બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ

નવી દિલ્હી,તા. ૧૩ : વર્ષ ૨૦૧૮-૧૯ માટે સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી લોકલક્ષી બજેટ રજૂ કરવા માટેની તમામ તૈયારી કરી રહ્યા છે. કારણ કે વર્તમાન સરકારના આ છેલ્લા પૂર્ણ બજેટ તરીકે રહેનાર છે. મળેલી માહિતી મુજબ જેટલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની  ફાળવણી બજેટ ૨૦૧૮માં વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૧૦૭.૦૧ અબજ રૂપિયાથી વધારીને ૧૩૦ અબજ રૂપિયા કરવાની તૈયારી કરી ચુક્યા છે. જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોંચ કરવામાં આવેલી અપગ્રેડેડ પાક વીમા સ્કીમ હેઠળ ખેડુતોને ખુબ ઓછુ પ્રિમિયમ ચુકવવુ પડે છે. સાથે સાથે પાકના નુકસાન બદલ ફુલ ક્લેઇમ મળે છે. સુત્રોના કહેવા મુજબ આ સ્કીમ માટેની ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. આ સ્કીમની ફાળવણી હવે વધારીને ૧૩૦ અબજ રૂપિયા કરવામાં આવી શકે છે. વીમા માટે નક્કી કરવામાં આવેલી રકમમાં આશરે ૧૦ ટકાનો વધારો થઇ શકે છે. અલબત્ત કૃષિ મંત્રાલય દ્વારા ૧૧૦ અબજ રૂપિયા અથવા તો ૧૧૦૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. આ ફ્લેગશીપ સ્કીમ માટે આગામી નાણાંકીય વર્ષ માટે બજેટમાં જંગી ફાળવણીની માંગ કરવામાં આવી ચુકી છે. જો કે મંત્રાલય સ્કીમના મહત્વને ધ્યાનમાં લઇને નાણાં મંત્રાલય પાસેથી વધારે ફંડ મેળવે તેવી શક્યતા દેખાઇ રહી છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે સરકારે આ સ્કીમ માટે ૯૦.૦૦૭૫ અબજ   રૂપિયા અથવા તો ૯૦૦૦.૭૫ કરોડ આપ્યા હતા. જો કે પુરક માંગ મારફતે ૧૭.૦૧ અબજ રૂપિયા અથવા તો ૧૭૦૧ કરોડ રૂપિયાની વધારાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વર્ષ માટે કુલ પાક વીમા ક્લેઇમનો અંદાજ ૧૫૫ અબજ રૂપિયા અથવા તો ૧૫૫૦૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જાણકાર લોકો કહે છે કે વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વર્ષ દરમિયાન ૫.૭૦ કરોડ ખેડુતો દ્વારા પાક વીમા પોલીસીની ખરીદી કરવામાં આવી હતી. પ્રિમિયમ પર કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. સંભવિત ક્લેઇમની ૨૫ ટકા રકમ ખેડુતોને સીધી રીતે ચુકવી દેવામાં આવનાર છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડુત પ્રિમિયમની રકમ અનાજ અને તેલીબિયા પાક માટે ૧.૩-૨ ટકા  રાખવામાં આવી છે. જ્યારે હોર્ટિકલ્ચર અને કપાસ પાક માટે પાંચ ટકા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડુતોને મોટી રાહત

*            પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની  ફાળવણી બજેટ ૨૦૧૮માં વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૧૦૭.૦૧ અબજ રૂપિયાથી વધારીને ૧૩૦ અબજ રૂપિયા કરવામાં આવશે

*            વીમા માટે નક્કી કરવામાં આવેલી રકમમાં આશરે ૧૦ ટકાનો વધારો થઇ શકે છે

*            કૃષિ મંત્રાલય દ્વારા ૧૧૦ અબજ રૂપિયા અથવા તો ૧૧૦૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે

*            વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વર્ષ માટે કુલ પાક વીમા ક્લેઇમનો અંદાજ ૧૫૫ અબજ રૂપિયા અથવા તો ૧૫૫૦૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો

*            વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વર્ષ દરમિયાન ૫.૭૦ કરોડ ખેડુતો દ્વારા પાક વીમા પોલીસીની ખરીદી કરવામાં આવી હતી.

*            પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડુત પ્રિમિયમની રકમ અનાજ અને તેલીબિયા પાક માટે ૧.૩-૨ ટકા  રાખવામાં આવી છે

(12:54 pm IST)