મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

પીડીપીના ધારાસભ્ય સામે જમ્મુમાં દેખાવો ;આતંકીઓને શહીદ અને ભાઇ સાથે સરખાવતાં વિરોધ

શિવસેના અને બજરંગદળના કાર્યકર્તાઓની ધારાસભ્ય વિરુદ્ધ કડક પગલાંની માંગણી

જમ્મુ :પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્ય એજાઝ અહેમદ મીર સામે જમ્મુમાં વિરોધ થયો હતો મીરએ આતંકવાદીઓને શહીદો અને ભાઈઓ તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને તેમના શહીદીમાં હસી ન કરવી જોઈએ. આ મામલે શિવસેના અને બજરંગ દળના કાર્યકરોએ પીડીપી ધારાસભ્ય સામે વિરોધ કરીને સુત્રોચાર કર્યા હતા અને મીર સામે કડક પગલાંની માગણી કરી. હતી

(1:03 am IST)