મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવાયા

સાત પાનાના પત્રમાં ગંભીરપ્રકારના આક્ષેપો : ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલાઓને પસંદગીની બેંચોને અને જજોને જ સોંપવામાં આવ્યા : આરોપ મુકાયો

નવીદિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને ચાર જજ હવે આમને સામને આવી ગયા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની કાર્યશૈલી ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સાત પાનાનો પત્ર લખીને કેટલાક મામલાઓની ફાળવણીને લઇને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલો આગામી દિવસોમાં પણ ભારે હોબાળો મચાવે તેવી શક્યતા છે. પત્રમાં એવો આક્ષેપ પણ કરાયો છે કે, ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલાઓને પસંદગીની બેંચોને જ સોંપવામાં આવ્યા હતા. સાથે સાથે ખાસ જજને કામગીરી સોંપવામાં આવી રહી હતી. આના કારણે આ જજ ખુલ્લીરીતે મેદાનમાં આવી ગયા છે. પ્રથમ વખત મિડિયાની સામે આવીને ચીફ જસ્ટિસ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. દેશનું લોકતંત્ર ખતરામાં હોવાની વાત જસ્ટિસ ચેલેમેશ્વર દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મામલામાં કાર્યવાહી કરવામાં આવે તે જરૂરછે.

(7:56 pm IST)