મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ગાય ચોરીનું આળ મૂકી બે દલિત યુવકોનું મુંડન કરીને ફેરવ્યાઃ યુપીના બલિયા જિલ્લાની ઘટના

ગળામાં 'અમે ગાય ચોર છીએ' લખીને પ્લેકાર્ડ્સ પણ લટકાવ્યા : હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો ઉપર આરોપ

બલિયાઃ ઉત્ત્।ર પ્રદેશના બલિયા જિલ્લામાં ગાયોની ચોરીનો આરોપ મૂકીને બે દલિત યુવકોના માથે મુંડન કરાવીને રસ્તા પર ફેરવવાની ઘટનામાં હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ પર આરોપ મુકાયો છે પોલીસના જણાવ્યા મુજબ, ગાય ચોરીના આરોપમાં પ્રવીણ શ્રીવાસ્તવ નામની વ્યકિતની ફરિયાદ પર ચોરીના આરોપી બંને યુવકોની કલમ ૩૭૯ અને ૪૧૧ (ચોરી) હેઠળ ધરપકડ કરાઈ છે

બાદમાં આ બંને યુવકોમાંથી એકે પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવાયું છે કે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ તેમને બે ગાય સાથે રોકયા હતા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં ઉમા રામે કહ્યું છે કે, હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ તેમના પુત્રનું માથું મુંડાવી તેમના ગળામાં ટાયર લટકાવીને સમગ્ર વિસ્તારમાં ફેરવ્યો હતો.અને ગળામાં અમે ગાય ચોર છીએ. લખીને પ્લે કાર્ડ્સ પણ લટકાવ્યાં હતાં.

ઉમા રામની ફરિયાદ પર પોલીસે ૧૫ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. આ લોકો વિરૂદ્ઘ દલિત ઉત્પીડન એકટ અંતર્ગત કેસ દાખલ કરાયો છે બલિયાના એસપી અનિલ કુમારે કહ્યું છે કે, સમગ્ર મામલાની જવાબદારી એસપી અવધેશ ચૌધરીને સોંપવામાં આવી છે. તેઓ આ મામલે તપાસ કરી રિપોર્ટ સોંપશે.

(12:32 pm IST)