મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ઇઝરાયલના PMની મુલાકાત માટે 'ફૂડ સેફટી' - પાણીથી લઇ ભોજનની ચકાસણી માટે ૪૦ સભ્યોની ટીમ હશે

બ્લુ લુક મુજબ સિકયોરિટી - ભોજનની ચીજવસ્તુઓથી લઇને તે તૈયાર થાય તેનો ટેસ્ટ કરીને મહાનુભાવોને અપાશેઃ રસોઇયા સહિતના કર્મચારીઓની માહિતી સુરક્ષા એજન્સીઓ મેળવશે

નવી દિલ્હી તા. ૧૨ : ભારતના પીએમ નરેન્દ્રભાઇ અને ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુ ૧૭મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ફૂડ સેફટીના ૪૦ સભ્યોની પાંચ ટીમ તેમના મુલાકાતના સ્થળ પર સતત કાર્યરત રહેશે. જેઓ આ મહાનુભાવોની રસોઇ માટે વપરાનારા વાસણથી લઇને જે ભોજન બનાવવામાં આવે તેનું ધ્યાન રાખશે. બન્ને વડાપ્રધાન બાવળાના સેન્ટર ઓફ એકસલન્સ ખાતે લંચ લેવાના છે તે ભોજનની ગુણવત્ત્।ાની ચકાસણીની જવાબદારી રાજયના ફુડ એન્ડ ડ્રગ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.

ઇઝરાયલના જાસૂસી સંસ્થા મોસાદ અને દેશની ટોચની જાસૂસી સંસ્થાઓ પણ આ હાઇપ્રોફાઇલ મુલાકાતમાં જડબેસલાક બંદોબસ્ત રહે તે માટે એલર્ટ છે ત્યારે ભોજનને લઇને પણ કોઇ કસર છોડવામાં આવી નથી. મહાનુભાવો ગુજરાતમાં આઠ કલાક જેટલું રોકાણ કરશે તે દરમિયાન તેમને પીવાના પાણીથી લઇને જે ભોજન આપવામાં આવશે તેની ગુણવત્ત્।ા, તે સામગ્રી કયાંથી લવાઇ છે, જે ભોજન બનાવ્યું છે તે રસોઇયા કોણ છે તે તમામની ચકાસણી કરવામાં આવશે. ફૂડ સેફટીના અધિકારીઓ જે વસ્તુ આપવામાં આવશે તેનો ટેસ્ટ પણ કરશે તે પછી ભોજન મહાનુભાવોને આપવામાં આવશે.

આ તમામ તકેદારી ઝેડ પ્લસ સિકયોરિટીના બ્લુ બુક પ્રોટોકોલ મુજબ લેવામાં આવશે. તે મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે વિદેશના ઉચ્ચ કક્ષાના મહાનુભાવને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હોય તેમની ફૂડ સિકયોરીટી બ્લુ બુક પ્રમાણે લેવામાં આવે છે. તે અંતર્ગત સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં જે શાકભાજી વપરાવાના હોય તે વાસી ન હોય અને રસોઇ માટે આવે તેના ત્રણ કલાકમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે. કઇ વસ્તુ કયાંથી અને કોના માધ્યમથી આવી છે તેની નોંધ કરવામાં આવે છે. પીવાનું પાણી પણ કેન્દ્ર સરકારે માન્ય બ્રાન્ડ તરીકે જેને માન્યતા આપી હોય તેનો જ ઉપયોગ કરવાનો હોય છે. ભોજન બનાવવામાં જે રસોઇયા કે અન્ય લોકો હોય તેનું સંપૂર્ણ લીસ્ટ સાથેની માહિતી પણ પોલીસને આપવામાં આવે છે. એટલું જ નહીં જે અધિકારીઓ ફૂડ સેફટી માટે નિયત કરાયા હોય તેમની માહિતી પણ આઇબી સહિતની સુરક્ષા એજન્સીઓ રાખે છે.

ઇઝરાયલના વડાપ્રધાનના સ્વાગત માટે ૫૦ સ્ટેજ

અમદાવાદ : અમદાવાદની મુલાકાતે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઇઝરાયેલનાં વડાપ્રધાન બેન્જિામન નેતાન્યાહુનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્ટે.કમિટી ચેરમેન પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન તા.૧૭મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે આવશે. ત્યારે તેમનાં ભવ્ય સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીનાં રોડ ઉપર ૫૦ જેટલા સ્ટેજ ઉપર ભારતનાં જુદા જુદા રાજયોની ભાતીગળ લોકસંસ્કૃતિનુ પ્રદર્શન કરાવવામાં આવશે. ઇઝરાયલ યહુદી રાષ્ટ્ર હોવાથી અમદાવાદમાં વસતાં યહુદી પરિવારો પણ બેન્જિામન નેતાન્યાહુનાં સ્વાગત માટે ઉપસ્થિત રહેશે. બન્ને મહાનુભાવોનાં સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે અને લાગતાવળગતાં માનીતા કોન્ટ્રાકટરોને બારોબાર કામ સોંપી દેવાયાં છે. હવે ફકત રિહર્સલ જ બાકી છે તેમ મ્યુનિ. સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. જયારે તેની દરખાસ્ત આજે મળેલી સ્ટે.કમિટીમાં તાકીદનાં કામ તરીકે મંજૂર કરવામાં આવી હત

(10:03 am IST)