મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટ જજ બનશે ઇન્દુ મલ્હોત્રા

પહેલીવાર મહિલા વકિલ બનશે જજ

નવી દિલ્હી તા. ૧૨ : સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સીનિયર એડવોકેટ ઈન્દુ મલ્હોત્રાના નામની સુપ્રીમ કોર્ટના જજ માટે ભલામણ કરાઈ છે. તેમના ઉપરાંત ઉત્ત્।રાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફના નામની પણ ભલામણ કરવામાં આવી છે.

૨૦૦૭માં સીનિયર એડવોકેટનું પદ મેળવાનારા ઈન્દુ મલ્હોત્રા દેશના એવા પહેલા મહિલા વકીલ હશે જે સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનશે. ઉત્ત્।રાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.એસ. જોસેફ તે બેચનો હિસ્સો છે જેણે ૨૦૧૬માં ઉત્ત્।રાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્રના નિર્ણયને રદ્દ કર્યો હતો.

ઈન્દુ મલ્હોત્રા આઝાદી બાદ સુપ્રીમ કોર્ટની જજ બનનારી સાતમી મહિલા હશે. હાલમાં જસ્ટિસ આર. ભાનુમતિ સુપ્રીમ કોર્ટની એકમાત્ર મહિલા જજ છે. જસ્ટિસ એમ. ફાતિમા બીવી ૧૯૮૯માં સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ બની હતી. ત્યાર બાદ જસ્ટિસ સુજાતા વી. મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ પણ સુપ્રીમ કોર્ટના જજ બની ચૂકયા છે.(૨૧.૪)

(9:38 am IST)