મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

મોદીનું વિશ્વનાં પ્રખ્યાત ૩ ટોપ નેતાઓમાં સ્થાન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોનને પ્રથમ તથા જર્મનીના ચાન્સેલર એન્જલા માર્કેલ બીજા સ્થાને

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાવોસની વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે જતા પહેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં એમનો દુનિયાનાં ત્રણ ટોચનાં નેતાઓમાં સમાવેશ થયો હોવાંની જાહેરાત કરવામાં આવી છે.

ગૈલપ ઇન્ટરનેશનલે ૫૫ દેશોમાં લોકોને પૂછવામાં આવેલા જુદાં-જુદાં સવાલોનાં આધાર પર પોતાનાં વાર્ષિક સર્વેક્ષણમાં પીએમ મોદીને વિશ્વનાં નેતાઓમાં ત્રીજા નંબર પર રાખવામાં આવેલ છે.

જો કે આ યાદીમાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોનને પ્રથમ તથા જર્મનીનાં ચાન્સેલર એન્જલા માર્કેલને આ સર્વેક્ષણમાં બીજા સ્થાન પર રાખવામાં આવેલ છે. આ યાદીમાં મેક્રોનને ૨૧, માર્કેલને ૨૦ અને પીએમ મોદીને ૮ અંક આપવામાં આવેલ છે.

આ સર્વેક્ષણ એવા સમય પર આવ્યું છે કે જયારે પીએમ મોદી ૨૨ જાન્યુઆરીએ દાવોસની બેઠકમાં ભાગ લેવાં માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાનાં છે. આને દેખતા એવું લાગે છે કે સર્વેક્ષણનાં તારણને પીએમ મોદી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.(૨૧.૪)

(9:38 am IST)