મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

છેલ્લા બે વર્ષમાં યુવાનોમાં વધી હૃદયની બીમારી : જંક ફૂડ,વ્યસન, કસરતના અભાવ સાથે કોરોના પણ એક કારણ

નવી દિલ્હી, તા.૧૨: છેલ્લા બે વર્ષોમાં યુવાઓમાં હાર્ટની બિમારીઓ ખૂબ ઝડપથી વધી ગઈ છે. અત્યાર સુધી ૩૫ વર્ષથી ઓછા લોકોમાં હાર્ટ એટેકથી મોતના ઓછા મામલા સામે આવતા હતા. એવું થતુ પણ હતું તો તેની પાછળ કોઈ ખાસ પ્રકારની ફિઝિકલ એકિટવિટી અથવા વધારે ખરાબ લાઈફસ્ટાઈલને જવાબદાર ગણવામાં આવતી હતી. જોકે કોરોના વાયરસે હવે હાર્ટની બિમારીઓના ઘણા નવા કારણોને જન્મ આપ્યો છે.

મુંબઈના એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યુટના કાર્ડિયોવસ્કુલર થોરેસિક સર્જન, વીસી અને એમડી ડો. રમાકાંત પાંડાએ યુવાઓમાં હાર્ટ એટેક સાથે જોડાયેલી ઘણી મહત્વની જાણકારીઓ આપી છે. ડોકટર પાંડે અનુસાર, ઓગસ્ટમાં ૨૮ વર્ષનો એક યુવા હાર્ટમાં દુખાવો અને શ્વાસની ફરીયાદને લઈને હોસ્પિટલ આવ્યો હતો. યુવકને પોસ્ટ કોવિડ હાર્ટ એટેક આવ્યો હતો. બ્લડ થિનરને કારણે તેને સમય રહેતા બચાવી લેવામાં આવ્યો હતો.

યુવાઓમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને સમજવા માટે પાછલા ૨ વર્ષમાં ઘણી સ્ટડીઝ કરવામાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં ધણા યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીની સ્ટડીમાં યુવાઓમાં વધારે દારૂ અને સ્મોકિંગની આદતને હાર્ટ એટેક, સ્ટ્રોક અને દિલની બિમારીઓને જવાબદાર માનવામાં આવી છે. સ્ટડી અનુસાર, દારૂ અને સ્મોકિંગના અસર બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ ગ્લુકોઝ પર પડે છે. જંક અને ફેટી ફૂડના કારણે નસ ખતમ થઈ જાય છે જે હાર્ટની બિમારીઓનો ખતરો વધારે છે.

આ વર્ષે ઓગસ્ટના મહિનામાં અમેરિકાના મિનેસોટા સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ યુનિવર્સિટીમાં પણ ૧૮થી ૩૦ વર્ષના ૪,૯૪૬ લોકો પર એક સ્ટડી કરવામાં આવી હતી. સ્ટડી અનુસાર, ૫ર% લોકોમાં હાર્ટની બિમારીનો ખતરો ઓછો હતો. આ લોકો હેલ્ધી અને પ્લાન્ટ બેસ્ડ ભોજન ખાતા હતા. તેમાં ૩૦ની ઉંમર બાદ હૃદય રોગ વિકસિત થવાની સંભાવના જણાવવામાં આવી છે. ત્યાં જ એપ્રિલમાં કરવામાં આવેલી અમેરિકી હાર્ટ ઈન્સ્ટીટ્યુટની સ્ટડીમાં જાડાપણાને હાર્ટની બિમારીનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. જાડા પણાથી સ્લીપ ડિસઓર્ડર, ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન પણ વધે છે. એલ્બર્ટા યુનિવર્સિટીની સ્ટડીમાં યુવાઓના હાર્ટ એેટેકને કોલેસ્ટ્રોલ અને જાડાપણા સાથે જોડવામાં આવ્યું છે.

બ્રિટિશ પત્રિકા નેચરની ઓકટોબર ૨૦૨૦ની સ્ટડી અનુસાર અમુક લોકોમાં હાર્ટની બિમારી જન્મ લે છે. સ્ટડીમાં આવા લોકોને વધારે ફિઝિકલ એકિટવિટી કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેનાથી કાર્ડિયોવેસ્કુલર ડિઝિઝનો ખતરો ઓછો થાય છે. ડોકટર્સ પણ યુવાઓને હાર્ટની બિમારીઓથી દુર રાખવા માટે નિયમિત રૂપથી એકસરસાઈઝ કરવા હેલ્દી રાખવા અને એકિટવ રહેવાની સલાહ આપે છે.

(4:00 pm IST)