મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

હોમ મિનિસ્ટર અમિત શાહના અથાગ પ્રયત્નોથી જમ્મુ કાશ્મીર તથા ઉત્તર પૂર્વ રાજ્યોમાં શાંતિ સ્થાપાવાનો નવો યુગ શરૂ થયો છે : નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) ચેર પર્સન જસ્ટિસ અરુણ મિશ્રા

ન્યુદિલ્હી : નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) ચેર પર્સન જસ્ટિસ અરુણ મિશ્રાએ જણાવ્યું છે કે હોમ મિનિસ્ટર અમિત શાહના અથાગ પ્રયત્નોથી જમ્મુ કાશ્મીર તથા ઉત્તર પૂર્વ રાજ્યોમાં શાંતિ સ્થાપાવાનો નવો યુગ શરૂ થયો છે .

તેમણે ઉમેર્યું હતું કે આતંકવાદીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓ કે હ્યુમન રાઇટ્સ કાર્યકરોની સાથે સરખાવી શકાય નહીં.

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) ના 28 માં સ્થાપના દિવસે તેઓ ઉદબોધન કરી રહ્યા હતા.જેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રજાના સહકાર અને સબળ નેતૃત્વને કારણે દેશની લોકશાહીને મજબૂત કરવાનું કામ શક્ય બન્યું છે.હું હોમ મિનિસ્ટર અમિત શાહને હૃદય પૂર્વક બિરદાવું છે.તેમ જણાવ્યું હોવાનું બાર એન્ડ બેન્ચ દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)