મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

કુપ્રથાનો કયારે અંત આવશે?

હાય હાય... બાળવિવાહને કારણે વિશ્વમાં રોજ ૬ છોકરીઓ જીવ ગુમાવે છેઃ વર્ષે ૨૨૦૦૦ ઓછી ઉંમરે ગર્ભવતી બને છે

નવી દિલ્હી, તા.૧૨: બાળ વિવાહની કુ પ્રથાના કારણે વિશ્વમાં દરરોજ ૬૦ છોકરીઓના મોત થાય છે તેમાંથી છ છોકરીઓ રોજ દક્ષિણ એશિયામાં મરે છે. આ રીપોર્ટ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પર જાહેર થયો છે. તેના અનુસાર દર વર્ષે ૨૨ હજાર છોકરીઓ નાની વયે ગર્ભવતી થવા અને પ્રસૂતી દરમ્યાન મરી જાય છે. આ બંને સમસ્યાઓ બાળ વિવાહનાા કારણે થાય છે.

સેવ ધ ચીલ્ડ્રન નામની સંસ્થાના રિપોર્ટમાં કહેવાયુ છે કે દક્ષિણ એશીયામાં દર વર્ષે ૨ હજાર છોકરીઓ નાની વયે લગ્નના કારણેે મોતનો શિકાર બને છે. ભારત અને પાકિસ્તાન પણ દક્ષિણ એશીયામાં આવે છે. પુર્વ એશીયા અને પ્રશાંત મહાસાગર વિસ્તારમાં દર વર્ષે ૬૫૦ છોકરીઓ અને લેટીન અમેરિકન અને કેરેબીયન દેશોમાં દર વર્ષે ૫૬૦ છોકરીઓના મોત થાય છે.

બાળ વિવાહના કારણે સૌથી વધારે મોત પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના દેશોમાં થાય છે. ત્યાં લગભગ ૯૬૦૦ છોકરીઓ દર વર્ષે મરે છે. આ દેશોમાં રોજેરોજ ૨૬ ઓછી વયની છોકરીઓ કટાણે મોતનો શિકાર થાય છે. આ ક્ષેત્રમાં અન્ય કોઇ પણ ક્ષેત્રની સરખામણીમાં નાની વયે મરનારી છોકરીઓની સંખ્યા ૪ ગણી વધારે રહે છે.

જો કે ગત ૨૫ વર્ષ બાળ વિવાહ ઓછા કરવાની દિશામાં મહતાપૂર્વક રહ્યા છે. આ દરમ્યાન લગભગ ૮ કરોડ બાળ વિવાહ ઓછા થયા પણ કોરોના મહામારીએ પરિસ્થિતી ફરીથી બદલાવી નાખી છે. મહામારીથી ઉદભવેલી વિવિધ તકલીફોમાં બાળ વિવાહની કુપ્રથાએ ફરીથી જોર પકડયુ છે.

(10:53 am IST)