મુખ્ય સમાચાર
News of Thursday, 12th August 2021

સાંસદની પુત્રીની મુલાકાતની ઈચ્છા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુરી કરી

ભાજપના ટ્વીટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી : અહેમદનગરના સાંસદ ડૉ. સુજય વિખે પાટીલની પુત્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેલ કરતાં તેમણે તેને મળવા માટે બોલાવી લીધી

 

નવી દિલ્હી, તા.૧૨ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષીય બાળકીની ઈચ્છા પૂરી કરવા તેની સાથે મુલાકાત કરી. બાળકીએ પીએમ મોદીને ઈમેલ મોકલીને તેમને મળવાની ઈચ્છા કરી હતી. જોકે, મહારાષ્ટ્રના અહેમદનગરના સાંસદ ડૉ. સુજય વિખે પાટીલની પુત્રી અનિશાએ પીએમને મેલ મોકલીને તેમને મળવાનો સમય માગ્યો હતો. જેની પર પીએમ મોદીએ ના માત્ર મેલનો રિપ્લાય કર્યો, પરંતુ બાળકી સાથે બુધવારે મુલાકાત પણ કરી હતી.

ભાજપના ટ્વીટર હેન્ડલ પર આની જાણકારી આપતા લખવામાં આવ્યુ છે, ૧૦ વર્ષની બાળકીએ ઈમેલ કર્યો કે તેઓ વડા પ્રધાનને મળવા ઈચ્છે છે અને પીએમે તેની સાથે મુલાકાત કરી. મીડિયા રિપોર્ટસ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદીએ મેલના જવાબમાં લખ્યુ હતુ, દોડી આવો, જે બાદ બાળકીની પીએમ સાથે મુલાકાત થઈ. આ ૧૦ વર્ષની બાળકી અનિશા રાધાકૃષ્ણન વિખે પાટીલની પૌત્રી છે. ત્યાં, ડૉ. સુજય વિખે પાટીલે પણ મુલાકાત કરી, તસવીર શેર કરી છે પરંતુ તેમણે ઈમેલનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

સાંસદે પોતાની ટ્વીટમાં લખ્યુ છે, માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે દિલ્હીમાં પોતાના પરિવાર સહિત મળ્યો. કોવિડ કાળ દરમિયાન કરવામાં આવેલા વિભિન્ન ઉપાયો માટે સરકારનો આભાર માન્યો. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાને મારી પુત્રી અનિશા સાથે વાતચીત પણ કરી.

અનિશા લાંબા સમયથી પીએમ મોદીને મળવાની જિદ કરી રહી હતી પરંતુ પાટીલ તેમને સમજાવતા હતા કે પીએમ ઘણા વ્યસ્ત રહે છે, એપોઈન્ટમેન્ટ મળશે નહીં. તેમ છતાં અનિશાએ પોતાના પિતાના લેપટોપમાંથી વડા પ્રધાનને ઈમેલ કર્યો અને વડા પ્રધાન તરફથી જવાબ પણ આવ્યો. પીએમે પોતાના રિપ્લાયમાં કહ્યુ, 'દોડી આવો બેટા'. આ બાદ વિખે પાટીલ પરિવાર સંસદમાં પીએમ મોદીને મળવા પહોંચ્યા. સાંસદ કીર્તિ સોલંકીએ પણ આ સંબંધિત ટ્વીટ કરીને જાણકારી આપી છે.

(7:52 pm IST)