મુખ્ય સમાચાર
News of Thursday, 12th August 2021

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મહિલાઓના 2.02 કરોડ સહીત 5.82 કરોડ એકાઉન્ટ નિષ્ક્રિય

મહિલાઓ, ખેડૂતો, નાના ઉદ્યોગો, સ્વ સહાય જૂથો, સિનિયર સિટિઝનો માટે વિશિષ્ટ શિબિરોનું આયોજન કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યુ કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 5.82 કરોડ એકાઉન્ટ નિષ્ક્રિય છે અને તેમાં મહિલાઓના નિષ્ક્રિય એકાઉન્ટની સંખ્યા લગભગ 2.02 કરોડ છે.

રાજ્યસભમાં એક લેખિત જવાબમાં રાજ્યકક્ષાના નાણાંમંત્રી ભાગવડ કરાડે કહ્યુ કે,જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અપાયેલી માહિતી મુજબ 28 જુલાઇ 2021ના રોજની સ્થિતિ અનુસાર પીએમ જનધન યોજના હેઠળ કુલ નિષ્ક્રિય એકાઉન્ટની સંખ્યા લગભગ 5.82 કરોડ છે.

તેમણે ઉમેર્યુ કે, નિષ્ક્રિય જનધન એકાઉન્ટમાં મહિલા ખાતાધારકોની સંખ્યા 2.02 કરોડ છે જે કુલ નિષ્ક્રિય એકાઉન્ટના લગભગ 35 ટકા છે.

આવા નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ઓછી કરવા માટે સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો અંગે પૂછતા કરાડ કહ્યુ કે, ભારતીય રિઝર્વ બેન્કોના ફાઇનાન્સિયલ લિટરશી સેન્ટર (એફએલસી) તથા ગ્રામીણ શાખાઓના જિલ્લા અને પંચાયત સ્તરે હિતધારકોની સાથે સમન્વય કરીને ગ્રાહકોની માટે આઉટડોર નાણાંકીય સાક્ષતા શિબિર આયોજીત કરવાની સલાહ આપી છે.

તેમણે કહ્યુ કે, તેઓ મહિલાઓ, ખેડૂતો, નાના ઉદ્યોગો, સ્વ સહાય જૂથો, સિનિયર સિટિઝનો માટે વિશિષ્ટ શિબિરોની પણ આયોજન કરે છે.

કરાડે કહ્યુ કે, રિઝર્વ બેન્કની નાણાંકીય સાક્ષરતા યોજના કેન્દ્રો પર મહિલાઓ સહિત વ્યસ્ત નાગરિકોને નાણાંકીય શિક્ષણ આપવામાં આવે છે.આ સાથે જ બેન્ક ખાતાને સક્રિય રાખવાનના લાભો સહિત બેન્કિંહ કામગીરીના વિષય અંગે જાગૃત્તિ લાવવા માટે સામાન્ય રીતે શિબિરોનું આયોજન કરે છે.

તેમણે જણાવ્યુ કે, આ પહેલોના ફળસ્વરૂપ નિષ્ક્રિય એકાઉન્તોની સંખ્યાની ટકાવારી માર્ચ 2020માં 18.08 ટકાથી જુલાઇ 2021માં ઘટીને 14.02 ટકા થઇ ગઇ છે.

(12:00 am IST)