મુખ્ય સમાચાર
News of Monday, 12th July 2021

કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરશે: DAમાં વધારો થશે: સપ્ટેમ્બરથી મળશે વધેલી સેલરી

કેન્દ્રીય કર્મચારીઓની સપ્ટેમ્બરની સેલરીમાં બંપર વધારો થશે:દિવાળી પહેલા જ કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા થશે

નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વખતે દિવાળી અને દશેરા શાનદાર રહેશે,તેમના ખાતામાં DA, DRની એક મોટી રકમ આવવાની છે. એક અહેવાલ મુજબ, DA, DRમાં થયેલા વધારાને 1 જુલાઈથી લાગૂ માનવામાં આવશે અને તેની ચુકવણી દશેરા (15 ઓક્ટોબર) પહેલા કરવામાં આવશે.

  મોંઘવારી ભથ્થું વધ્યા પછી કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગારમાં કેટલો વધારો થશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓના માસિક પગારમાં 3,000 રૂપિયાથી લઇ 30,000 રૂપિયા સુધીનો વધારો થશે. સ્વાભાવિક છે કે DA ફરીથી શરૂ થયા પછી માસિક પગારમાં કેટલો વધારો થશે, તે કર્મચારીઓના પગાર ધોરણ પર નિર્ભર રહેશે.

નેશનલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શર્સની મોંઘવારી રાહત વધારામાં થોડો સમય લાગશે. કેબિનેટ સેક્રેટરીની આગેવાનીમાં નાણા મંત્રાલયે DOPT સાથે બેઠક કરીને આ નક્કી કર્યુ છે કે, DA, DR સપ્ટેમ્બર 2021માં થઈ જશે.

 સપ્ટેમ્બરથી પુન:સ્થાપન બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને DA, DR ની કયા દર પર મળે છે. JCM સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે જણાવ્યું કે, 'જાન્યુઆરી 2021 અને જુલાઇ 2021 ના બંને મોંઘવારી ભથ્થાઓની જાહેરાત સપ્ટેમ્બર 2021 માં કરવામાં આવશે. એટલાં માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બે મહીનાની રાહ જોવી પડશે.

જો કે, તેઓએ જણાવ્યું કે, સાતમા વેતન આયોગના DA કેલ્ક્યુલેશન અનુસાર, જાન્યુઆરી 2021 થી બાકી DA ઓછાંમાં ઓછું 4 ટકા થઇ શકે છે. ત્યાર બાદ જુલાઇ 2021નું DA 3 અથવા 4 ટકા થઇ શકે છે. એટલાં માટે જ્યારે DA, DR નું પુન:સ્થાપન થઇ જશે. તો વર્તમાન DA 17 ટકાથી ઉછળીને 31 ટકા અથવા તો પછી 32 ટકા થઇ જશે. જાન્યુઆરી 2020 માં DA 4 ટકા વધ્યો હતો જ્યારે જૂનમાં મોંઘવારી ભથ્થું 3 ટકા વધ્યું હતું.

જ્યાં સુધી મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા (જાન્યુઆરી 2020, જૂન 2020 અને જાન્યુઆરી 2021)ની વાત છે તો તે પણ સપ્ટેમ્બરમાં આપવામાં આવી શકે છે. સરકાર 2021થી ઓગસ્ટ 2021નું એરિયર પણ સપ્ટેમ્બરની સેલરીમાં આપશે. તેનો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓની સપ્ટેમ્બરની સેલરીમાં બંપર વધારો થશે. એટલે કે દિવાળી પહેલા જ કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા થશે.

(12:39 am IST)