ન્યુયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકી હુમલાની 19 મી વરસી : 11 સપ્ટેમ્બર 2001 ના રોજ અલ કાયદા સમર્થકોએ હુમલો કર્યો હતો
ન્યુયોર્ક : આજથી 19 વર્ષ પહેલા એટલેકે 11 સપ્ટેમ્બરના રોજ યુ.એસ.ના ન્યુયોર્કમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકી હુમલો થયો હતો.અલ કાયદા સમર્થકોએ કરેલા આ ભયાનક હુમલાની કંપાવનારી ઘટનાના હયાત સાક્ષીઓ હજુ પણ તેનું દુઃખ ભૂલી શક્યા નથી.
વીતેલા 19 વર્ષોમાં ઘણું બદલાઈ ગયું છે.હુમલા સમયે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપરાંત આસપાસની ઇમારતો પણ નુકસાનગ્રસ્ત થઇ ગઈ હતી.50 થી વધુ દેશોના 184 લોકોએ જાન ગુમાવી હતી.3000 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા ખોડખાપણ વાળી જિંદગી જીવવા મજબુર બન્યા હતા.
આ હુમલાનો બદલો અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના સમયમાં લેવાયો હતો.જે સમયે અલ કાયદા આગેવાન ઓસામા બિન લાદેનની પાકિસ્તાન ખાતેના નિવાસ સ્થાને જઈને હત્યા કરી દેવાઈ હતી.તથા તેની લાશ પણ સોંપી નહોતી.