મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

મુંબઇ ઇન્‍ડિયન્‍સે બે નવી ટીમો લોન્‍ચ કરી

મુંબઇ અમીરાત અને મુંબઇ કેપટાઉન નામ જાહેર કર્યાઃ આ એક પરિવારનો જ ભાગઃ નીતા અંબાણી

નવી દિલ્‍હીઃ આઇપીએલની સાઁૈથી સફળ મુંબઇ ઇન્‍ડિયન્‍સ ફ્રેન્‍ચાઇઝીએ હવે બે નવી ટીમો લોન્‍ચ કરી છે. બંને નવી ટીમો યુએઇ અને દક્ષિણ આફ્રિકાને ધમાલ કરતી જોવા મળશે. યુએઇમાં ભાગ લેનારી ટીમનું નામ મુંબઇ અમીરાત અને દક્ષિણ આફ્રિકાની લીગમાં ભાગ લેનારી ટીમનું નામ મુંબઇ કેપટાઉન રાખવામાં આવ્‍યુ છે. બંને ટીમો અને મુંબઇ ઇન્‍ડિયન્‍સ એક જ પરિવારનો ભાગ નીતા અંબાણીએ જણાવ્‍યુ હતું.

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ડિરેકટર નીતા અબાણીએ કહ્યું કે મને ખાતરી છે કે બંને નવી ટીમો સમાન રીતે સારી રીતે વિકાસ કરશે અને મુંબઇ ઇન્‍ડિયન્‍સનો ક્રિકેટ વારસાને વધુ ઊચાઇ પર લઇ જશે.

યુએઇ અને દક્ષિણ આફ્રિકા બંને ટી૨૦ લીગ આવતા વર્ષે જાન્‍યુઆરીમાં શરૂ થઇ શકે છે. આ લીગ માટે ખેલાડીઓની હરાજી આગામી કેટલાક અઠવાડિયામાં થઇ શકે છે. દૅિક્ષણ આફ્રિકામાં શરૂ થઇ રહેલી નવી ટી૨૦ લીગમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સ સહિત આઇપીએલ ફ્રેન્‍ચાઇઝીઓએ દક્ષિણ આફ્રિકા ટી૨૦ લીગમાં ટીમો ખરીદી છે. આ યાદીમાં મુંબઇ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્‍સ, લખનૌ, સુપરજાયન્‍ટ્‍સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્‍થાન રોયલ્‍સ અને દિલ્‍હી સામેલ છે.

(5:08 pm IST)