News of Wednesday, 10th August 2022
દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદ કિનારે પહોંચી
મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે
દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.
(1:24 am IST)