મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

વાયુસેનાની તાકાતમાં વધારો : MR-SAM મિસાઇલ સામેલ : ૭૦ થી ૧૦૦ કિ.મી. સુધીની આક્રમણ ક્ષમતા

દુશ્મનોના દાંત ખાટા કરી નાંખશે ભારતની આ મિસાઇલ

નવી દિલ્હીઃ તા.૧૦: ભારતીય વાયુસેનામાં વધુ એક શકિતશાળી એર મિસાઈલ સામેલ થઈ છે. જેનું નામ મીડિયમ રેન્જ સર્ફસ ટૂ એર મિસાઈલ એટલેકે MR-SAM છે. આ મિસાઈલ ૭૦ થી ૧૦૦ કિલોમીટર સુધી આક્રમણ કરી શકે છે.

રાજસ્થાનના જેસલમેરમાં ગઇકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ મિસાઈલને IAFમાં સામેલ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, MR-SAM મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેલપમેન્ટ ઓર્ગેનાઈજેશને બનાવી છે. જેમાં ઈઝરાયલ એરો ઈન્ડસ્ટ્રીએ મદદ કરી છે. જેમાં ભારત અને ઈઝરાયલની અન્ય સંરક્ષણ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ મિસાઈલને ભારતની ત્રણેય સેનાઓ સહિત ઈઝરાયેલ સેના ઉપયોગ કરશે.

મીડિયમ રેન્જ સર્ફસ ટૂ એર મિસાઈલ એટલેકે MR-SAMની રેન્જ ૭૦-૧૦૦ કિલોમીટર સુધીની છે. જેની મદદથી સામેથી આવી રહેલા ફાયટર વિમાન, હેલિકોપ્ટર, યુએવી, સબ સોનિક, સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને જાસૂસી ડ્રોનને નષ્ટ કરી શકે છે. MR-SAMમાં એક કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ, ટ્રેકિંગ રડાર અને મોબાઈલ લોન્ચર સિસ્ટમ હોય છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, જેસલમેરમાં ભારતીય વાયુસેનાને હવાઈ સંરક્ષણ મિસાઈલ સોંપવામાં આવી છે. MR-SAM પ્રણાલીને સામેલ કરવા ભારતના સંરક્ષણને મજબુત કરવામાં એક ગેમચેન્જર સાબિત થશે. આ સ્વદેશી સંરક્ષણ ટેકનિકમાં આત્મનિર્ભર થવાની દિશામાં વધુ એક યશકલગી છે.

વૈશ્વિક પરીદ્રશ્ય ગતિથી અને અન અપેક્ષીત રીતે બદલાઈ રહ્યું છે, જેનાથી અલગ-અલગ દેશોની વચ્ચે સમીકરણોમાં ફેરફાર આવી રહ્યાં છે. દક્ષિણ ચીન સાગર, હિંદ મહાસાગર ક્ષેત્ર, ઈન્ડો-પેસેફિક અથવા મધ્ય એશિયામાં અનિશ્ચિતતાની સ્થિતિને જોઈ શકાય છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં જે થયુ તે પણ તેનું ઉદાહરણ છે.

(4:19 pm IST)