મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

પાકિસ્તાન ૨૦૦ પરમાણુ બોમ્બ અને મિસાઈલ બનાવવામાં લાગ્યું

નાપાક ઈરાદા : ખુફિયા રીતે પાકિસ્તાન ચલાવી રહ્યું છે પરમાણુ કાર્યક્રમ : બુલેટિન ઓફ એટોમિક સાઈન્ટીસ્ટએ ખોલી પોલ

 વોશિંગટન તા ૧૦, પાકિસ્તાન દિવસ - રાત પોતાની પરમાણુ ક્ષમતાને છુપી રીતે મજબૂત કરવાની કામગીરી કરી રહ્યું છે.  તેનું લક્ષ્ય ૨૦૨૫ સુધી ઓછી ક્ષમતાના પરમાણુ બમ્બ, ઘાતક મિસાઈલ, ફાઈટર જેટ અને હલકી શ્રેણીના પરમાણુ હથિયાર બનાવવાનો છે. આ ખુલાસો બુલેટિન ઓફ એટોમિક સાઈન્ટીસ્ટના રિપોર્ટમાં થયો છે.

 યુએસ ઇન્ટેલિજન્સ એજેન્સીના રીપોર અનુસાર, પાકિસ્તાન પાસે આ સમયે ૧૬૫ પરમાણુ હથિયાર છે. પરમાણુ વૈજ્ઞાનિકોની ટીમે સેટેલાઇટ તસ્વીરોમાં પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા અને એયરબેસ પર નજર રાખી હતી. તેમાં નવા સેન્ટર અને નવા લોન્ચર બનાવવાની ગતિવિધિ જોવા મળી છે.રિપોર્ટ અનુસાર ઓછી ક્ષમતાના પરમાણુ બૉમ્બનો ઉદેશ દિલ્લી જેવા શહેરોને નિશાન બનાવવાનો છે જેથી કરીને પાકિસ્તાન પર તેની કોઈ અસર ના આવે.

 પરમાણુ હથિયારોથી હુમલાનો ઈરાદો

 પાકિસ્તાનનો ઈરાદો છે કે જો ભારત તેના પર હુમલો કરે કે તેના ક્ષેત્ર પર કબ્જો કરવાની કોશિશ કરે તો તે પરમાણુ હુમલાથી જવાબ આપશે. પરમાણુ હુમલા માટે મિરાજ લડાકુ વિમાન, શાહીન, ગૌરી, નસ્ત્ર, અબ્દાલી, ગજનવી, અબાબીલ બૈલેસ્ટિક મિસાઈલ, બાબર ક્રુઝ મિસાઈલ, અને સમુદ્રથી હુમલો કરી શકનારી બાબર મિસાઈલ પણ છે.  

કોની પાસે કેટલી તાકાત

 -  ૧૩,૦૮૦ પરમાણુ હથિયાર અમેરિકા, ચીન, રુસ, બ્રિટેન, ઈઝરાઈલ, પાકિસ્તાન, ફ્રાન્સ,ભારત અને ઉત્તર કોરિયા પાસે

-   ૩,૮૨૫ પરમાણુ હથિયાર એલર્ટ મોડમાં તરત જ ઓપરેશન માટે સક્ષમ

- ૨,૦૦૦ પરમાણુ હથિયાર એલર્ટ મોડમાં એકલા અમેરિકા અને રૂસના છે, બાકીના હથિયારોમાં અન્ય ૭ દેશોનો સમાવેશ થાય છે

(4:15 pm IST)