મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં યુદ્ધ વિમાન ઉતરી શકે તેવા બનાવાઇ રહ્યા છે રસ્તા

જમ્મુ :  જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર-બનીહાલ હાઇવેના હિસ્સાનો વાયુસેનાના યુદ્ધ વિમાનો માટે લેન્ડીંગ ગ્રાઉન્ડ તરીકે વિકસીત કરાઇ રહ્યો છે. જયારે લદ્દાખમાં પણ લેહ-નયોમાં નેશનલ હાઇવેને એરસ્ટ્રીપ તરીકે વિકસીત કરાશે જેથી જરૂર પડયે ભારતીય સેનાના યુદ્ધ વિમાન અને વિમાન લેન્ડ કરી શકે.

આ બન્ને નેશનલ હાઇવેને લેન્ડીંગ ગ્રાઉન્ડ તરીકે વિકસીત કરવાની વાત કેન્દ્ર સરકારી કરી ચુકી છે જયારે સુત્રો અનસાર જમ્મુમાં પણ એક ચકાસાઇ રહી છે. ખરેખર તો જમ્મુમાં મુશ્કેલીએ આવી રહી છે કે જમ્મુ-પઠાણ કોર નેશનલ હાઇવે પાકિસ્તાનના બોર્ડરની સાથે સાથે ચાલે છે એટલે ત્યાં જોખમ લેવું હાલ તો શકય નથી જણાતું.

અધિકારીઓ અનુસાર, દેશમાં કુલ ૧૯ નેશનલ હાઇવે પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાન અને અન્ય વિમાનો માટે ઇમર્જન્સી લેન્ડીંગ ગ્રાઉન્ડ વિકસીત કરવાની જે યોજનાઓ છે તેમાં હાલ જમ્મુ-કાશ્મીરના એક અને લદાખના એક સ્થળની પસંદગી થઇ છે.

(3:39 pm IST)