મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

બિન મુસ્લીમોને 'નાર્કોટીક જિહાદ' હેઠળ ટાર્ગેટ કરવામાં આવે છેઃ કેરાલા બીશપ

જિહાદીઓ જાણે છે કે હથીયારોના ઉપયોગથી તેઓ બીજી જ્ઞાતિઓને ખતમ નહિ કરી શકે માટે આ બંન્ને જિહાદનો ઉપયોગ કરી રહયા છે

થીરૂવનંતપુરમ, તા., ૧૦: કેરાલામાં ઇસ્લામોફોબીયાની હવા ફુંકાઇ રહયા વચ્ચે કેથોલીક બીશપ જોસેફ કલારંગતે જણાવ્યું હતું કે, પુર્વયોજીત રીતે બિન મુસ્લીમોને 'નાર્કોટીક જિહાદ' હેઠળ નિશાન બનાવાઇ રહયા છે. તેમના અનુયાયીઓને સંબોધન કરતા માર્થ મરીયમ પીલગ્રીમ ચર્ચમાં કોટાયમના કુરાવિલંગડ ખાતે તેમણે જણાવ્યું હતું કે, લવજિહાદ અને નાર્કોટીક જિહાદ હેઠળ બિન મુસ્લીમોને નિશાન બનાવાઇ રહયા છે.

યુવાનોને ડ્રગ્સના બંધાણી બનાવી તેમની જીંદગી રોળી નાખવામાં આવી રહી છે. જુદી-જુદી પ્રકારના નશાકારક દ્રવ્યોનો ઉપયોગ આઇસ્ક્રીમ પાલર્સ, હોટેલ્સ અને જયુસ કોર્નર ઉપર થઇ રહયો છે. જે ચુસ્ત જિહાદીઓ દ્વારા ચલાવવામાં આવી રહયા છે. રેવ પાર્ટીના માધ્યમથી પણ નશાકારક દ્રવ્યો પાસઓન કરવામાં આવે છે. ડ્રગએડીકટ બન્યા પછી આપણે ઘણા બધા લોકોને નોકરી ધંધા અને ભણવાનું છોડી દેતા જોયા છે. કેરાલાના યુવાનો લવજિહાદ અને નાર્કોટીક જિહાદનો શિકાર બની રહયા છે.

આપણા લોકશાહી દેશમાં જિહાદીઓ જાણે છે કે હથીયારોના ઉપયોગથી તેઓ બીજી જ્ઞાતિઓને ખતમ નહિ કરી શકે માટે હથીયારોની જગ્યાએ આ બંન્ને જિહાદનો ઉપયોગ કરી રહયા છે. જેને લોકો તાત્કાલીક સમજી શકતા નથી.

(3:36 pm IST)