મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

મુશ્કેલ સમયમાં મદદ કરવાનું આપ્યું વચન તાલિબાનના સમર્થનમાં ખુલ્લેઆમ આવ્યું સાઉદી અરબ

કાબુલઃ અફધાનિસ્તાનમાં નવા તાલિબાન શાસન માટે પોતાની પહેલી પ્રતિક્રિયારૂપે સાઉદી અરબે કહ્યું છે કે તેને આશા છે કે તેને આશા છે કે એક કાર્યવાહક સરકાર આવવાથી તે યુધ્ધગ્રસ્ત દેશને સ્થિરતા હાંસલ કરવામાં અને ઉગ્રવાદ પર કાબૂ મેળવવામાં મદદ મળશે. સાઉદી અરબના વિદેશપ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન ઉલ સઉદે ઉપરોકત વાત કહી છે.

સાઉદીની રાજધાની રિયાધમાં એક પત્રકાર સંમેલનમાં પ્રિન્સ ફૈસલે કહ્યું કે અફધાનિસ્તાનની સંપ્રભુતાનું અમે સન્માન કરીએ છીએ અને આ મુશ્ેલ સમય સામે લડવામાં તેને મદદ કરવાનું વચન આપીએ છીએ. તેમણે અફધાનિસ્તાનના લોકો અને ગયા મહિને કાબુલ એરપોર્ટ પર થયેલ બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યકત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અફધાનિસ્તાનમાં ૧૯૯૬થી ૨૦૦૧ દરમ્યાન તાલિબાનના પહેલા શાસન દરમ્યાન તેમને માન્યતા આપનાર ત્રણ દેશોમાં સાઉદી અરબ પણ હતો. અન્ય બે દેશોમાં પાકિસ્તાન અને સંયુકત આરબ અમિરાત (યુએઇ)ના નામ હતા.

(3:35 pm IST)