મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

સ્વીમીંગ પુલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે અશ્લીલ હરકતો કરતા એસપીની ધરપકડ

અજમેર ડીએસપી હિરાલાલ સૈનીનો અશ્લીલ વિડીયો વાયરલ થયા બાદ ઉદયપુરના રિસોર્ટમાં છાપો

અજમેર, તા., ૧૦:  રાજસ્થાનના અજમેર જીલ્લાના બ્યાવરના ડીએસપી હિરાલાલ સૈનીની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ સાથે તેમનો કથીત અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો. રાજસ્થાન પોલીસ સેવાના આ અધિકારીને એસઓજીની ટીમે ઉદયપુરના રીસોર્ટમાંથી અટકાયતમાં લઇ જયપુર લઇ ગઇ હતી. પાછળથી તેમની ધરપકડના સમાચાર છે.

ડીએસપીનો જે વિડીયો વાયરલ થયો તેમાં મહિલાનો ૬ વર્ષનો દિકરો પણ દેખાઇ રહયો છે. તેની સાથે પણ અશ્લીલ હરકતનો આરોપ લાગી રહયો છે.

મળેલી માહીતી મુજબ જે રીસોર્ટમાં મહિલા પોતાના ૬ વર્ષના બાળક સાથે રોકાઇ હતી. તેમાં ડીએસપી પણ રોકાયા હતા. અહીંના સ્વીમીંગ પુલમાં બન્ને સાથે જોવા મળ્યા હતા. વાયરલ વિડીયોને આધાર બનાવી પોલીસે રીસોર્ટ ઉપર છાપો મારી ડીએસપી હિરાલાલ સૈનીની અટકાયત કરી હતી. મહિલાના પતિ જયારે ફરીયાદ કરવા પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે ફરીયાદ લેવાની ના પાડી દીધી હતી.

(3:34 pm IST)