મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

' સલામ ' કહેવાનું જો ગેરકાયદેસર ગણાતું હોય તો હવેથી બંધ કરવું પડશે : દિલ્હીમાં થયેલા તોફાનો સમયે ' સલામ આલેકુમ ' થી ઉદ્દબોધનની શરૂઆત કરનાર ખાલિદ સૈફીની કોર્ટમાં રજુઆત : ચાર્જશીટ ફાઈલ કરવા 2 મિલિયન કાગળ વેડફવા બદલ હું દિલ્હી પોલીસ સામે કેસ કરીશ

ન્યુદિલ્હી : દિલ્હીમાં થયેલા તોફાનો વખતે ઉશ્કેરણી જનક ઉદબોધન કરવા બદલ ધરપકડ કરાયેલ આરોપી ખાલિદ સૈફીને દિલ્હી કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટમાં હાજર થઇ તેણે રજુઆત કરી હતી કે દિલ્હી તોફાનો મામલે ચાર્જશીટ ફાઈલ કરવા 2 મિલિયન કાગળ વેડફવા બદલ હું દિલ્હી પોલીસ સામે કેસ કરીશ . મને જામીન મળ્યા પછી સૌથી પહેલું કામ હું  નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં દિલ્હી પોલીસ વિરુદ્ધ કેસ દાખલ કરવાનું કરીશ.

તેણે ઉમેર્યું હતું કે ' સલામ ' કહેવાનું જો ગેરકાયદેસર ગણાતું હોય તો હવેથી બંધ કરવું પડશે .  ખલિલ વિરુદ્ધ કરાયેલી દલીલોમાં જણાવાયું હતું કે તેણે ઉદ્બોધનની શરૂઆત સલામ આલેકુમ થી કરી કોમી રંગ આપવાની કોશિશ કરી હતી. જેના અનુસંધાને તેણે ઉપરોક્ત દલીલ કરી હતી. અને જણાવ્યું હતું કે હું હંમેશા મારા મિત્રોને સલામથી શુભેચ્છા પાઠવું છું. મને લાગે છે કે જો તે ગેરકાયદેસર હોય તો મારે તેને રોકવું પડશે, ”સૈફીએ કહ્યું.
હું એનજીટીમાં કેસ દાખલ કરીશ જ્યારે હું જામીન પર બહાર આવીશ કારણ કે દિલ્હી પોલીસે આ ચાર્જશીટમાં 2 મિલિયન કિંમતી કાગળો વેડફ્યા છે.

ખાલિદ સૈફી અને ઉમર ખાલિદ, નતાશા નરવાલ, દેવાંગના કાલિતા, આસિફ ઇકબાલ તન્હા સહિતના અન્ય આરોપીઓ આ મામલામાં કોર્ટ સમક્ષ  હાજર થયા હતા.

ચાર્જશીટ કરાયેલા અન્ય લોકોમાં પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર ઇશરત જહાં, જામિયા સંકલન સમિતિના સભ્યો સફૂરા જરગર, મીરાન હૈદર અને અને શિફા-ઉર-રહેમાન, સસ્પેન્ડેડ AAP કાઉન્સિલર તાહિર હુસેન, ઉમર ખાલિદ, શાદાબ અહેમદ, તસ્લીમ અહમદ, સલીમ મલિક, મોહમ્મદ સલીમ ખાન અને અતહર ખાનનો સમાવેશ થાય છે.

ત્યારબાદ, નવેમ્બરમાં જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઇમામ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.તેવું એલ.એલ. દ્વારા જાણવા મળે છે.

 

(2:00 pm IST)