મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

છાસના ટેટ્રાપેકમાં મરેલ ઉંદર મળ્યાનો દાવોઃ દિલ્હી હાઇકોર્ટમાં ૨૦ લાખના વળતર માટે કરાઇ અરજી

નવી દિલ્હી,: દિલ્હી હાઇકોર્ટે ગુરૃવારે એક અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી જેમાં એક ડેર કંપનીના છાસના ટેટ્રા પેકમાં ઉંદર અથવા ચિકનનો ટૂકડો મળ્યાનો આરોપ મુકીને કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજીને ફગાવી દેતા કહ્યું કે આ કેસને યોગ્ય ફોરમ એટલે કે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ઉઠાવવામાં આવે. જો કે જસ્ટીસ રેખા પલ્લીએ ફૂડ સેફટી વિભાગને આદેશ આપ્યો કે તે આ અરજી પર ચોક્કસ સમયમાં જવાબ આપે.

હાઇકોર્ટે કહ્યું કે વળતર માટે ગ્રાહક અદાલતમાં જાઓ. તેના માટે અલગ અદાલત છે જ. તમે પ્રાથમિક દ્રષ્ટિએ મને કોઇ સાબિતિઓ નથી બતાવી શકયા એટલે મારી નજરે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રોડકટમાં કોઇ ખામી હોય તેવું નથી જણાતું. આ પહેલુ એક રિટ અરજી દ્વારા નક્કી નથી થઇ શકતું એટલે તેને રદ કરવામાં આવે છે. કોર્ટે એમ પણ કહયું કે અરજી રદ કરવાનો અર્થ એ નથી કે તમે ગ્રાહક અદલાતમાં ના જઇ શકો.

અરજદારના વકીલ શાદાબખાને દલીલ કરી હતી કે તેમની અસીલ શાકાહારી છે અને ગત વર્ષોમાં છાસ પીધા પછી તેમને ઘણી શારીરીક અને માનસિક બિમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરજીમાં કહેવાયુ છે કે અરજદારને શારીરીક (પેટની બિમારીઓ/ એસડીટી) અને માનસિક અસર (ડીપ્રેશન) ભોગવવુ પડી રહ્યુ છે. અરજીમાં ફુડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને ડેરી કંપની પાસેથી ૨૦ લાખ રૃપિયાના વળતરની પણ માંગણી કરાઇ હતી.

(1:22 pm IST)