મુખ્ય સમાચાર
News of Wednesday, 10th August 2022

રેતીમાં કોતરાવી એન્‍ગેજમેન્‍ટ રિંગ

લંડન, તા.૧૦: યુકેમાં રહેતા જ્‍યૉર્જ સ્‍મિથે રોમૅન્‍ટિક રીતે તેની ગર્લફ્રેન્‍ડ રશેલ હન્‍ટરને પ્રપોઝ કર્યું હતું. તેણે કિંગ એડ્‍વર્ડ્‍ઝ બે પર પ્રપોઝ કરવા માટે ખાસ તૈયારી કરી હતી. તેણે અહીં એક આર્ટિસ્‍ટને હાયર કરીને આ બીચ પર રેતીમાં રશેલ માટેની એન્‍ગેજમેન્‍ટ રિંગ જેવી ડિઝાઇન તૈયાર કરાવડાવી હતી. જ્‍યૉર્જ પછી રશેલને તેના આ ફેવરિટ બીચ પર લાવ્‍યો અને પ્રપોઝ કર્યું અને સાથે જ ડ્રોન વડે એનો વિડિયો પણ કૅપ્‍ચર કર્યો.

બીચ પર કોતરવામાં આવેલી એન્‍ગેજમેન્‍ટ રિંગમાં લખવામાં આવ્‍યું હતું, ‘રશેલ, વિલ યુ મૅરી મી? જીએચએસ.' જ્‍યૉર્જે રશેલને એક કૅરૅટની ડાયમન્‍ડ રિંગ પહેરાવી હતી.

જ્‍યૉર્જે કહ્યું કે, ‘હું કિંગ એડ્‍વર્ડ્‍ઝ બે પર પ્રપોઝ કરવા માટે કંઈક સ્‍પેશ્‍યલ કરવા માગતો હતો. મને એ વાતનો ડર હતો કે હું રશેલને લઈને બીચ પર પહોંચું એ પહેલાં એ ડિઝાઇન પાણીથી ધોવાઈ ન જાય તો સારું. બીચ પર પહોંચ્‍યા બાદ મેં રશેલને સૅન્‍ડ-આર્ટ જોવા કહ્યું. તે પાછળ વળી ત્‍યારે હું રિંગ સાથે પ્રપોઝ કરવા રેડી હતો. લકીલી તેણે હા પાડી.'

(3:12 pm IST)