મુખ્ય સમાચાર
News of Tuesday, 10th August 2021

શ્રાવણ સત્‍સંગ

શિવ તાંડવ સ્‍તોત્રથી સદાય સદાશિવના આશિષ મળે છે

 

ભગવાન સદાશિવ મહાકાલ  દેવાધી દેવ મહાદેવ.

ભોળાનાથનું તાંડવ નૃત્‍ય એક અલૌકિક ઘટના છે. નટરાજની ભવ્‍ય મૂર્તિની કલ્‍પના જ માનવીના ચિત્તને હરી લેનારી છે.

આપણા પુરાણો શાષાોમાં અનેક સ્‍થળે તાંડવ નૃત્‍યનું અદ્દભૂત વર્ણન આવે છ.ે

પ્રદોષ સમયે માતા પાર્વતીજીને પ્રસન્ન કરવા ભગવાન સદાશિવ પોતાના અર્ધનારીશ્વર સ્‍વરૂપનું પ્રગટ આરાધના કરવા તાંડવ નૃત્‍ય આરંભે છે.

કૈલાસ રમણીય શિખર પર રત્‍ન સિંહાસને બીરાજમાન જગદંબા સમક્ષ ભોળાનાથ ત્રીભુવન પ્રસિધ્‍ધ ભવ્‍ય નૃત્‍ય આરંભે છે. બ્રહ્માજી વેણું વગાડે, સરસ્‍વતી વીણાવાદન કરે, લક્ષ્મીજી તાલ આપે, અને સ્‍વયંવિષ્‍ણુ ભગવાન મૃદંગ બજાવે છે.

દેવો, ગંધર્વો, વિદ્યાધરો, અપ્‍સરાઓ સૌ આ અદ્દભૂત નૃત્‍ય જોતાં આત્‍માંનંદનમાં ઝુમી રહ્યા છે.

મહાદેવજીના શકિત સ્‍વરૂપ પાર્વતીજી પણ આ તાંડવ નૃત્‍ય નિહાળીને ખુશીથી નાચી ઉઠે છે. આવું શિવજીનું તાંડવ નૃત્‍ય જગતની રક્ષા કાજે છે. એમ શિવ મહિમ્‍ન સ્‍તોત્રમાં જણાવાયું છે.

‘‘જગદરક્ષાય'' ત્‍યવં નટસી નનુ વામૈય  વિભુતા નૃત્‍ય તો જગતની રક્ષા માટે છે. પરંતુ તેની મહત્તાનું રહસ્‍ય અલ્‍પ બુધ્‍ધિ મનુષ્‍ય સમજે નહી. તેથી તેનામાં ભય પ્રેરે છે. પરંતુ સાધકોને સિધ્‍ધિ આપવા અને ભાવિકોને ભકિત આપવા આ નૃત્‍ય છે. જો કે નૃત્‍ય કાળમાં  પૃથ્‍વી રસાતાળ જશે એવી ભીતી થાય છ.ે શિવજી ગોળાકારે ફરતી વિશાળ ભુજાઓના અથડાવાથી જાણે કે નક્ષત્ર સમુહ પીડાઇ રહ્યો છે અંતરિક્ષ મંડળ અને ગ્રહમંડળ જાણે કે હાલક ડોલક થઇ રહ્યું હોય, અને છૂટેલી જટાઓના તાડનમાં સ્‍વર્ગ પણ ખળભળી ઉઠતું હોય એવુ દ્રશ્‍ય સર્જાયું જાણે કે ત્રણેય લોકનો સંહાર થશે કે શું ...!! પરંતુ કહે છે ને કે, સંહાર માં તો મહાન નવસર્જનની અદ્દભૂત રચનાકળા છુપાયેલ હોય છ.ે

એમ પણ મનાય છે. કે મહાન વ્‍યાકરણ શાષાી પાણિનીએ વ્‍યાકરણ શાષાનું શિક્ષણ ભોળાનાથ પાસેથી પ્રાપ્ત કરવાની ઇચ્‍છા સાથે કઠીન તપર્યા કરી દેવા ધી દેવ મહાદેવ પ્રસન્ન થયા, તેમણે નૃત્‍ય કર્યુ તે વખતે મહાકાલે ૧૪ વાર ડમરૂનો નાદ કર્યો અને અ,ઇ.ઉ.ઓ વગેરે ૧૪ સુત્રો ડમરૂના નાદમાંથી પ્રગટ થયા.

સ્‍વામી શ્રી દયાનંદ વેદપાઠીજીએ એમના ‘‘શિવ મહિમ્‍ન સ્‍તોત્ર'' ગ્રંથમાં શિવ તાંડવનો સુંદર ઉલ્લેખ કર્યો છ.ે

રાવણ કૃત શિવ તાંડવ સ્‍તોત્ર પ્રમાણમાં કઠીન છતા અલંકાર વિભૂષિત સંસ્‍કૃતના દિવ્‍ય સ્‍તોત્ર છે.

જટાકટાહ સંભ્રમ ભ્રમ ન્‍નિલિમ્‍પ નિર્ઝરી વિલોલવીરહી વલ્લરી બિરાજમાન મુર્ધનિ ! ધગદ્દ ધગદ્દ ગજજ વલ લ્લલાટ પટ્ટપાથકે કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણ પમ!

જટારૂપી કડાઇમાં ગભરાટથી ભમતી દેવ નદીની ચલાયમાન તરંગલત્તાઓથી બિરાજમાન મસ્‍તકવાળા, ધગધગતી રીતે પ્રજજવલિત લલાટે રહેલા અગ્નિવાળા, મુગટ પર બાલચંદ્રધારી મહાદેવમાં પ્રતિપળે મારી પ્રીતી હો જો !

શિવતાંડવ સ્‍તોત્રના ઉત્તમોત્તમ સ્‍તવનનો જે માનવી પાઠ, સ્‍મરણ કે વર્ણન કરતો રહે છ.ે તેના પર સદાય સદાશિવના આશિષ વરસે છ.ે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:17 am IST)