મુખ્ય સમાચાર
News of Tuesday, 10th August 2021

દોહાનું હમાદ એરપોર્ટ દુનિયાનું સર્વશ્રેષ્‍ઠ એરપોર્ટ ઘોષિત

બેસ્‍ટ એરપોર્ટ તરીકે હમાદ એરપોર્ટે સિંગાપોરના ચાંગી એરપોર્ટને પાછળ પાડી દીધુ છે

 

દોહા,તા. ૧૦ : કતર દેશની રાજધાની દોહાના હમાદ ઇન્‍ટરનેશનલ એરપોર્ટને દુનિયાનું બેસ્‍ટ એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્‍યું છે. તેને આ પ્રતિષ્‍ઠિત ટાઇટલ આપવામાં આવ્‍યુ છે સ્‍કાઇટ્રેકસ દ્વારા. વર્ષ  ૨૦૨૧ માટેના સ્‍કાઇટ્રેકસ વર્લ્‍ડ એરપોર્ટ એવોર્ડ્‍સમાં બેસ્‍ટ એરપોર્ટ તરીકે હમાદ એરપોર્ટે સિંગાપોરના ચાંગી એરપોર્ટને પાછળ પાડી દીધુ છે. હમાદ એરપોર્ટે આ ઉપરાંત બીજા ત્રણ એવોર્ડ પણ જીત્‍યા છે. ‘બેસ્‍ટ એરપોર્ટ ઇન ધ મિડલ ઇસ્‍ટ', ‘બેસ્‍ટ એરપોર્ટ સ્‍ટાફ ઇન ધ મિડલ ઇસ્‍ટ'  અને ‘કોવિડ-૧૯ એરપોર્ટ એકિસલન્‍સ' ચાંગી એરપોર્ટ દસ વર્ષે સુધી પહેલા નંબર પર રહ્યું હતું. આ વખતે તેણે આ સ્‍થાન હમાદ એરપોર્ટ સામે ગુમાવી દીધુ છે. ગયા વર્ષે હમાદ ત્રીજા સ્‍થાને હતું અને આ વખતે પહેલા સ્‍થાને જ્‍યારે ચાંગી એરપોર્ટ ગયા વર્ષે પહેલા નંબર પર હતુ અન આ વખતે ત્રીજે. હમાદ એરપોર્ટે ૨૦૧૪માં પેસેન્‍જર સેવાઓની શરૂઆત કરી હતી. અને ખૂબ ઝડપથી પહેલા નંબરે પહોંચી ગયું છે. કતરની સરકારે આ એરપોર્ટ તેમજ કતર એરવેઝ, બંનેની કામગીરીને વર્લ્‍ડ કલાસ બનાવવા માટે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે. ટોપ -૧૦ એરપોર્ટમાં જાપાન ત્રણ એરપોર્ટ છે. જેમાં બે ટોક્‍યો શહેરના એરપોર્ટ છે.

વિશ્વના શ્રેષ્‍ઠ એરપોર્ટ : ટોપ-૧૦

* હમાદ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (દોહા,કતર)

* ટોક્‍યો હાનેદા એરપોર્ટ (ટોક્‍યો, જાપાન)

* સિંગાપોર ચાંગી એરપોર્ટ (સિંગાપોર)

* ઇન્‍ચીયોન ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (સોલ, દક્ષિણ કોરિયા)

* ટોક્‍યો નારિતા એરપોર્ટ (ટોક્‍યો, જાપાન)

* મ્‍યુનિક એરપોર્ટ (મ્‍યુનિક, જર્મની)

* ઝૂરિક એરપોર્ટ (ઝૂરિક, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ)

* લંડન હીથ્રો એરપોર્ટ (લંડન, બ્રિટન)

* કાન્‍સાઇ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (કાન્‍સાઇ, જાપાન)

 * હોંગકોંગ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (હોંગકોંગ)

(10:18 am IST)