મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

Jioને ટક્કર આપવા માત્ર ૫૦૦ રૂપિયામાં 4G સ્માર્ટફોન લાવશે આ કંપનીઓ! ૬૦ રૂપિયામાં મળશે ડેટા પેક

એરટેલ, વોડાફોન, આઇડિયા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઇ આવી રહી છે

નવી દિલ્હી તા. ૯ : જિઓ ફોનને ટક્કર આપવા માટે અન્ય ટેલીકોમ કંપનીઓ મહત્વનું પગલું લેવા જઈ રહી છે. ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન, આઈડિયા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવી રહી છે. આ કંપનીઓ ખૂબ જ સસ્તા 4G સ્માર્ટફોન લાવાવની તૈયારીમાં છે. જેની કિંમત ૫૦૦ રૂપિયાથી પણ ઓછી હશે.

 

એક જાણીતા અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ભારતીય ટેલિકોમ કંપનીઓ ૫૦૦ રૂપિયાના 4G સ્માર્ટફોન પર કામ કરી રહી છે. ભારતની ત્રણ દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા ૬૦-૭૦ રૂપિયાના મંથલી પ્લાન સાથે ૫૦૦ રૂપિયના 4G હેન્ડસેટ લાવી શકે છે. આ પ્લાનમાં કોલિંગ સાથે ડેટા પણ મળશે.

 

આ રિપોર્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે રિલાયન્સ જિયો 4G ફોનની સાથે સસ્તામાં પ્લાન આપી રહ્યું છે અને જો અન્ય કંપનીઓ પણ સસ્તા 4G ફોન આવા જ સસ્તા પ્લાનમાં આપશે તો પછી જિયોને કાંટાની ટક્કર મળશે. રિપોર્ટ મુજબ કંપનીના એક અધિકારીએ કહ્યું કે, અમે અમારા પાર્ટનર્સ દ્વારા ઓછી કિંમતના સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છીએ. સ્માર્ટફોન સાથે તેના પ્લાન પણ સસ્તા હોવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ ત્રણેય કંપનીઓ પહેલાથી જ હેન્ડસેટ મેકર્સ સાથે પાર્ટનરશિપ કરીને સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ સાથે જ નવા પ્લાન પણ લોન્ચ કરી રહી છે, પરંતુ હજુ સુધી રિલાયન્સ જિયો જેવો સસ્તો ફીચર ફોન આવ્યો નથી. આ કારણે જ હજુ પણ જિયો ફોનનું વેચાણ ઝડપથી થઈ રહ્યું છે, ખાસ કરીના ગ્રામીણ વિસ્તારોમાં.

ગૂગલે એન્ડ્રોઈડ ગોની પણ જાહેરાત પહેલાથી કરી દીધી છે. એટલે કે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ ઓરિયો ગો આપી શકાશે. આતી આ રિપોર્ટમાં પણ તથ્ય હોવાનું કહી શકાય. કારણ કે હવે હેન્ડસેટ નિર્માતાઓને એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડનું નવું વર્ઝન આપવામાં સરળતા રહેશે.(૨૧.૭)

(10:28 am IST)