મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

યુ.એસ.માં ૧૦ ફેબ્રુ.ના રોજ ‘‘શ્રી ગજાનન મહારાજ પ્રાગટય દિન'' ઉજવાશે : ગજાનન સેવા બે એરીયાના ઉપક્રમે શિવદુર્ગા ટેમ્‍પલ સન્‍ન્‍વીલે મુકામે કરાયેલું આયોજન

યુ.એસ.માં ગજાનન સેવા બે એરીયાના ઉપક્રમે શિવદુર્ગા ટેમ્‍પલ, ૧૧૭૦, કેર્ન એવ, સન્‍નીવલે ખાતે ૧૦ ફેબ્રુ. ૨૦૧૮ શનિવારના રોજ ‘‘શ્રી ગજાનન મહારાજ પ્રાગ્‍ટય દિન'' ઉજવાશે.

સવારે ૯ વાગ્‍યાથી બપોરે ૨ વાગ્‍યા દરમિયાન ઉજવાનારા આ ઉત્‍સવ અંતર્ગત ગજાનન મહારાજ નામ સ્‍મરણ, કિડસ સંસ્‍કૃતિ દર્શન, કિર્તન સેવા, પાલખી સોહાલા, બાદ મહાઆરતી તથા પ્રસાદનું આયોજન કરાયું છે.  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:51 pm IST)