મુખ્ય સમાચાર
News of Tuesday, 9th August 2022

ઈટાલિયન ટ્રેન 106 મુસાફરો સાથે જ ગાયબ ! : ટ્રેન સુરંગમાં ઘુસતા જ રહસ્યમય રીતે ગુમ

સન 1911માં થયેલ આ ઘટનામાં આ ટ્રેન ક્યાં જતી રહી તેનો આજ સુધી કોઈને પત્તો નથી લાગ્યો : ટ્રેનમાંથી બે લોકો સુરંગની બહાર મળ્યા

નવી દિલ્લી તા.09 : વર્ષ 1911માં ઈટલીમાં એક ટ્રેન રહસ્યમય રીતે ગાયબ થઈ હતી. જેનો આજ દિન સુધી કોઈ પત્તો નથી. ઈટલી, રુસ, જર્મની અને રોમાનિયાના કેટલાક ભાગોમાં આ ટ્રેન જોવા મળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ટ્રેન વિશે કોઈ જ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં કુલ 106 મુસાફરો સવાર હતા.

કહેવાય છે કે જેનેટી નામની એક ટ્રેન 1911માં રોમન સ્ટેશનથી નિકળી હતી. આ વચ્ચે ટ્રેનને એક સુરંગમાંથી પસાર થવાનું હતું, પણ જેવી જ ટ્રેન સુરંગની અંદર ગઈ તો તે ગાયબ થઈ ગઈ. આ દરમિયાન ટ્રેનની ઘણી શોધવામાં આવી, પણ તેનો કોઈ પત્તો નથી.

બાદમાં તે ટ્રેનમાંથી બે લોકો સુરંગની બહાર મળ્યા. આ દરમિયાન તેમણે એવી હેરાન કરી દે તેવી ઘટનાનો ઉલ્લેખ કર્યો કે બધા હેરાન થઈ ગયા. તેમણે કહ્યું કે ટ્રેન જેવી સુરંગની પાસે પહોંચી, તેમાં એક રહસ્યમયી ધુમાડો નિકળી રહ્યો હતો. આ જોઈને તેઓ ઘણા ગભરાઈ ગયા અને ટ્રેનમાથી કુદી ગયા. ત્યાર બાદ ટ્રેન સુરંગમાં ઘુસી ગઈ અને તે ક્યારે ન મળી.

આ રહસ્યમયી ઘટના વિશે કહેવાય છે કે આ ટ્રેન પોતાના સમયથી 71 વર્ષ પાછળ એટલે કે અતીતમાં ચાલી ગઈ. ઘણા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ટ્રેન 1840માં મેક્સિકો પહોંચી હતી. આ જ કારણે તેને ભૂતિયા ટ્રેન પણ કહેવાય છે.

એમ પણ કહેવાય છે કે મેક્સિકોમાં એક ડૉક્ટરે દાવો કર્યો હતો કે તે જે હૉસ્પિટલમાં કામ કરે છે, ત્યાં લગભગ 104 દર્દીઓને રહસ્યમય રીતે એડમિટ કરવામા આવ્યા. જો કે, એમ પણ કહેવામાં આવ્યું કે બધા પાગલ થઈ ગયા હતા. તેમણે ફક્ત એ વાતની જાણકારી આપી કે બધા ટ્રેનથી આવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે તે સમય સુધી ટ્રેનનો એવો કોઈ રૂટ નહોતો કે સીધા રોમમાં મેક્સિકો જાય.

એક અન્ય હેરાનીવાળી વાત એ હતી કે આ લોકોના મેક્સિકો આવવાનો કોઈ પણ રેકૉર્ડ નહોતો. ટ્રેનની આ અજીબોગરીબ ઘટના અત્યાર સુધી સમગ્ર દુનિયા માટે એક રહસ્ય બનેલી છે. આ ટ્રેનના ઈટલી, રૂસ, જર્મની અને રોમાનિયાના ઘણા ભાગોમાં જોવાયાના દાવા કરવામાં આવ્યો છે. જ્યારે પણ ટ્રેનને લોકોએ જોઈ, ઠીક એવી જ લાગી જેવી સન્ 1911માં ટ્રેન ગાયબ થઈ હતી.

(8:06 pm IST)