મુખ્ય સમાચાર
News of Monday, 9th August 2021

' એમી એવોર્ડ 2021 ' : આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ યોજાનારા 73 મા એવોર્ડ વિતરણ સમારંભમાં રેડ કાર્પેટની સંખ્યા મર્યાદિત કરાશે : કોવિદ -19 સંજોગોને કારણે લેવાયેલો નિર્ણય : સ્થળ ઉપર હાજર રહેનારા તમામ માટે રસીકરણનો પુરાવો જરૂરી

વોશિંગટન : આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ યોજાનારા 73 મા એમી એવોર્ડ 2021 વિતરણ સમારંભમાં રેડ કાર્પેટની સંખ્યા મર્યાદિત કરાશે . કોવિદ -19 સંજોગોને કારણે નિર્માતાઓએ આ લીધો હોવાનું પીપલ મેગેઝીન દ્વારા જાણવા મળે છે.

પીપલ મેગેઝિનના જણાવ્યા અનુસાર એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણય ઘોષિત કરાયો હતો. જે  જીવલેણ ડેલ્ટા વેરિએન્ટને કારણે કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે લેવામાં આવ્યો છે. સ્થળ ઉપર હાજર રહેનારા મીડિયા અને વિક્રેતાઓએ દાખલ થવા માટે રસીકરણનો પુરાવો રજૂ કરવો પડશે. જે નેગેટિવ હોવો જોઈશે.

73 માં  એમી એવોર્ડ સમારોહ પ્રાઇમ ટાઇમ દરમિયાન રેડ કાર્પેટ રાખવામાં આવશે. પરંતુ ક્રિએટિવ આર્ટ સમારોહ કે જે 10 અને 11 સપ્ટેમ્બરના દરમિયાન યોજવાનો છે તેમાં રાખવામાં નહીં આવે .

આ વર્ષે કરાયેલા ફેરફારો વિશે વાત કરતા, આયોજકોએ  કહ્યું છે કે એમી નોમિની, મહેમાનો અને મીડિયાની સલામતી માટે, સાવચેતીના પુષ્કળ પગલાં લેવાશે. આ વર્ષના 73 માં એમી એવોર્ડ્સમાં કર્મચારીઓ અને સ્ટાફની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. તેમજ માત્ર એક ડઝન મીડિયા આઉટલેટ્સને પ્રવેશ આપવામાં આવશે.

એકેડેમીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે સીબીએસ સાથે ભાગીદારી કરીને એક 'વર્ચ્યુઅલ મીડિયા સેન્ટર' બનાવ્યું છે, જે મીડિયા આઉટલેટ્સને એમી વિજેતાઓ સાથે સીધા જ જોડાવાની મંજૂરી આપશે.

73 મો  એમી એવોર્ડ 19 સપ્ટેમ્બરના રોજ સીબીએસ પર રાત્રે 8:00 થી 11:00 ET (સવારે 5 થી 8 વાગ્યે IST) સુધી પ્રસારિત થશે અને પેરામાઉન્ટ પ્લસ પર લાઇવ અને સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ રહેશે.તેવું આરપીડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

(6:10 pm IST)