મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ત્રિપુરામાં 25 વર્ષ શાશન કરનાર પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકાર પાસે પોતાનું ઘરનું ઘર પણ નથી

માણિક સરકાર પોતાની પત્ની સાથે સીપીએમની ઓફિસની ઉપર બે રૂમના ફ્લેટમાં રહેશે

ત્રિપુરામાં 25 વર્ષ સુધી શાશન કરનાર પૂર્વ મુખ્યમંત્રી પોતાની સાદાઈ માટે જાણીતા છે 25 વર્ષ ત્રિપુરાના મુખ્યમંત્રી રહેલા માણિક સરકાર પાસે પોતાનું ઘર પણ નથી.તેમણે ધારાસભ્યના છાત્રાલયમાં રહેવાનો પણ ઇનકાર કર્યો હતો ત્રિપુરાનું મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યા બાદ પૂર્વ સીએમ માણિક સરકાર પોતાની પત્ની પાંચાલી ભટ્ટાચાર્જી (રિટાયર કેન્દ્રીય કર્મચારી) સાથે સીપીએમ ઓફિસની ઉપરના બે રૂમના ફ્લેટમાં રહેશે.

 ત્રિપુરા સીપીએમના મહાસચિવે જણાવ્યું કે પાર્ટી ઓફિસમાં પાયાની સુવિધાઓ ઓછી છે. સીપીએમના મોટા ભાગના નેતા સામાન્ય જીવન જીવે છે.

   માણિક સરકાર, જેમણે પોતાની પૈતૃક સંપત્તિ બહેનને આપી દીધી તે પહેલા પણ પાર્ટીની ઓફિસમાં રહેતા હતા.સરકારની પત્ની જમીન અને મિલકતની માલિક છે પરંતુ જમીન એક બિલ્ડરને સોંપવાથી મામલો વિવાદોમાં સપડાયો છે. તો નિર્માણાધીન બિલ્ડીંગનું કામ પણ હજું પુરું થયું નથી.

   ત્રિપુરાના નવા નામાંકીત મુખ્યમંત્રી બિપ્લબ દેવનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી તરીકે માણિક સરકારે સારા સરકારી આવાસ અને અન્ય પ્રોટોકોલ સુવિધાઓના હકદાર છે. તેમણે કહ્યું કે, વિપક્ષના નેતાને પણ કેબિનેટ મંત્રીનો દરજ્જો પ્રાપ્ત થશે અને તે ભથ્થાના હકદાર રહેશે.

  તેમણે આગળ કહ્યું કે, અમે ત્રિપુરામાં સરકાર ચલાવવા માટે પસંદ કરાયા હોઈ શકીએ છીએ.પરંતુ મને લાગે છે કે એક નવા ત્રિપુરાના નિર્માણ માટે તેમણે (માણિક સરકાર) ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. બીજેપી ક્યારે પણ સરકાર સાથે પાર્ટીની સમાનતા નથી આપતી.ચૂંટણી પરિણામ બાદ જ્યાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ધારાસભ્યો હોસ્ટેલમાં રહી રહ્યા છે,તો ત્રણ પૂર્વ મંત્રી પોતાના ગામડે પાછા જતા રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે બિપ્લબ દેવે એક નોર્થ ઈન્ડિયન મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમની પત્ની પાર્લામેન્ટ હાઉસ સ્થિત સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં કામ કરે છે. બિપ્લબ દેવે પોતાની કુલ સંપત્તિ 47 લાખ રૂપિયાની જાહેર કરી હતી.

(10:04 pm IST)