મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

શ્રીદેવીના અસ્થિ વિસર્જન કરવા હરિદ્વાર પહોંચ્યા બોનીકપુર

અનિલકપુર ,મનીષ મલ્હોત્રા અમરસિંહ અને પરિવારના સભ્યો સાથે :વીઆઈપી ઘાટ પર પૂજા અર્ચના કરાઈ

 

હરિદ્વારાઃ બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીના અસ્થિ વિસર્જન કરવા માટે તેણીના પતિ બોની કપૂર હરિદ્વાર પહોંચ્યા હતા દરમિયાન બોનીના ભાઈ અનિલ કપૂર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અમર સિંહ અને પરિવારના કેટલાક સભ્યો સાથે હતા.

   હરિદ્વારામાં વીઆઈપી ઘાટ પર પૂજા અર્ચના કરવામાં આવી. કપૂર પરિવારના પુરોહિત શિવકુમાર પાલીવાલ સહિત પુરોહિત સમાજના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. દરમિયાન ઘાટ પર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

   ગત 3 માર્ચના રોજ બોની કપૂરે શ્રીદેવીની અસ્થિઓને રામેશ્વરમના સમુદ્વમાં વિસર્જિત કર્યા હતા. દરમિયાન તેમની સાથે બંને પુત્રીઓ જાહન્વી અને ખુશી હાજર રહી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનું 24 ફેબ્રુઆરીના રોજ રાત્રે દુબઈમાં નિધન થયું હતું. તેઓ તેમના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ગયા હતા. શ્રીદેવીના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમગ્ન બની ગયું છે.

(10:02 pm IST)