મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

કેરળના બહુચર્ચિત 'લવ જેહાદ 'કેસમાં સુપ્રીમકોર્ટે હાદિયાના નિકાહને માન્ય રાખ્યા

હાદિયા હવે પોતાના પતિ શફીનની સાથે રહી શકશે : સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલટતા કહ્યું કે હાદિયાના લગ્નને રદ્દ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો હતો

 

નવી દિલ્હી: કેરળના બહુચર્ચિતલવ જેહાદકેસમાં સુપ્રીમ કોર્ટે હાદિયાના નિકાહને ફરી માન્ય કરી દીધા છે.સુપ્રીમ કોર્ટે કેરળ હાઇકોર્ટના નિર્ણયને પલટાવી નાખ્યો છે જેમાં લગ્નની માન્યતાને રદ્દ કરી દેવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હાદિયા હવે પોતાના પતિ શફીનની સાથે રહી શકશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે એનઆઇએ કેસમાંથી નીકળી તપાસ કરી શકે છે.

   સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલટતા કહ્યું કે હાદિયાના લગ્નને રદ્દ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો હતો. કોર્ટે કહ્યું કે હાદિયા પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે, અને જે તે ઈચ્છે તે કરી શકે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હાદિયાએ મુસ્લિમ ધર્મ અપનાવીને શફી જહાંના નામની શખ્સ સાથે નિકાહ કરી લીધા હતા, ત્યારબાદ તેનાં પિતા અશોકન કેએમે મામલાને લઇ કોર્ટમાં મદદ માંગી હતી. કેરળ હાઇકોર્ટે તેનેલવ જેહાદનો કેસ માનતા લગ્નને રદ્દ કરી દીધા હતા. હાદિયાના પતિ શફીએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં હાદિયાને તામિલનાડુના સલેમમાં આવેલ હોમયોપેથિક કોલેજમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, પુખ્ત વયની હાદિયાને કોઈની કસ્ટડીમાં રાખી શકાય.

   પહેલાં કેસની સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે NIAને ઝાટકો આપતા કહ્યું હતું કે હાદિયા મેચ્યોર છે અને તેને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર છે. NIA તેના લગ્ન માન્ય છે કે કેમ તેની તપાસ કરી શકે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે જો છોકરા-છોકરી કહે છે કે તેમના લગ્ન થયા છે તો તેના પર તપાસ થઈ શકે.

   બીજીબાજુ હાદિયા ઉર્ફે અખિલા અશોકને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરતાં કહ્યું હતું કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ બનીને રહેવા માંગે છે. 25 વર્ષની હાદિયાએ એમ પણ કહ્યું કે પોતાના પતિ શફી જહાંની સાથે રહેવા માંગે છે તેની સાથે લગ્ન માટે પોતાનો ધર્મ બદલતા ઇસ્લામ કબૂલ કર્યો હતો.

(9:59 pm IST)