મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

યુ.એસ.ના સિટલે આર્ટ મ્‍યુઝીયમના સૌપ્રથમ ચિફ ટેક્‍નોલોજી ઓફિસર બનવાનું શ્રેય શ્રી મનીષ એન્‍જીનીયરના શિરેઃ ટેક્‍નોલોજી ક્ષેત્રના જ્ઞાન તથા બહોળા અનુભવોનો લાભ આપશે

સિપ્‍લેઃ યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એક્‍ઝીક્‍યુટીવ શ્રી મનીષ એન્‍જીનીયરની નિમણુંક સીટલે આર્ટ મ્‍યુઝીયમના સૌપ્રથમ ચિફ ટેક્‍નોલોજી ઓફિસર તરીકે થઇ છે.

આ હોદ્દા ઉપર નિમણુંક આપતા મ્‍યુઝીયમના ડિરેક્‍ટર તથા CEOએ શ્રી મનીષના ટેક્‍નોલોજી જ્ઞાન તથ અનુભવનો લાભ મળશે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી.

શ્રી મનીષએ આ અગાઉ જુદા-જુદા સ્‍થળોએ પોતાના ટેક્‍નોલોજી જ્ઞાનનો લાભ આપ્‍યો છે. તેમણે ઓહિયો સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી કોમ્‍પ્‍યુટર સાયન્‍સ તથા એન્‍જિનિયરીંગ ડિગ્રી મેળવેલી છે.

(9:50 pm IST)