મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે

કન્‍સાસઃ યુ.એસ.ના કન્‍સાસમાં ૨૨ ફેબ્રુ.૨૦૧૭ના રોજ ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસી કુચીભોટલાની હત્‍યા કરવાના આરોપસર તથા કુચીભોટલા સાથેના તેના મિત્ર આલોક માદાસાની તથા હુમલાનો ભોગ બનેલાઓને બચાવવા માટે વચ્‍ચે પડેલા ઇઆન ગ્રિલોટને ગંભીર ઇજાઓ પહોંચાડવાના આરોપી બાવન વર્ષીય આદમ પુરીન્‍ટોનને કોર્ટએ કસૂરવાન ગણ્‍યો છે. તેની સજાનો ચૂકાદો ૪મે ૨૦૧૮ના રોજ અપાશે અએવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે આરોપીએ ‘ગેટ આઉટ ફ્રોમ માય કન્‍ટ્રી'ના ઉચ્‍ચાર સાથે ગોળીબાર કર્યો હતો. પરિણામે ૩૨ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રી કુચીભોટલાનું મોત થયું હતું. તથા ૨ લોકો ઘાયલ થયા હતા.

(9:46 pm IST)