મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ

ન્‍યુજર્સીઃ અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી પ્રજાનોને મુક્‍ત કરાવવા ન્‍યુજર્સી એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલએ ઝુંબેશ શરૂ કરી છે. જે માટે તેમણે પોતાની એટર્ની જનરલ ઓફિસમાં એક અલગ વિભાગ શરૂ કર્યો છે. જે આ પ્રશ્નના નિકાલ માટે અન્‍ય એજન્‍સીઓ તથા ગૃપનો સહકાર લેશે આ માટે તેમણે NJ CARES શરૂ કર્યુ છે જેના થકી ન્‍યુજર્સીને વ્‍યસન તથા નશા મુક્‍ત કરાવવા અને વ્‍યનસથી ઘેરાયેલા લોકોને તે છોડાવવા સ્‍ટેટ ગવર્મેન્‍ટ સાથે પાર્ટનરશીપ કરશે.

(9:46 pm IST)