મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

નાગાલેન્ડમાં ભાજપ સમર્થિત સરકાર સતારૂઢ

ચોથી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા નેફિયુ રિયો : ૧૦ પ્રધાનો :અમિત શાહ, નિર્મલા સીતારમન, મહાસચિવ રામ માધવ હાજર રહ્યા

કોહિમા, તા.૮ : નાગાલેન્ડમાં આજે ભાજપ ગઠબંધનની સરકાર બની. એનડીપીના નેફિયુ રિયોએ ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેઓની સાથે ૧૧ કેન્દ્રીય પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રક્ષામંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ અને ભાજપ મહાસચિવ રામ માધવ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નોર્થન અંગામી-૨ સીટ પરથી રિયોની પસંદગી કરાઈ હતી.

નાગાલેન્ડમાં નવા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓએ કોહિમાના લોકલ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ કર્યા. એ પ્રથમ મોકો હતો. જ્યારે નાગાલેન્ડમાં સરકારનું શપથ ગ્રહણ રાજત્વનથી બહાર થયો. રિયો પ્રથમ નેતા બન્યા, જેને રાજત્વનની બહાર શપથ ગ્રહણ કર્યા. આ ગ્રાઉન્ડ મહત્વનું એટલે કે ૧ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ ત્યાંથી જ તત્કાલીન રાષ્ટ્રપતિ અર્વપલ્લી રાધાકૃષ્ણને નાગાલેન્ડ રાજ્યના ગઠનની ઘાોષણા કરી હતી.

નાગાલેન્ડમાં ૧૫ વર્ષ એનપીએફના સરકાર રહી. પહેલા તેને ભાજપનું સમર્થન હતું. તેમાં રહીને નેફિયુ રિયો ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. એનપીએફમાંથી છુટા થઈને નેશનલ ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ પક્ષ બન્યો. હવે ભાજપ તેની સાથે છે. રિયો તે જ પક્ષમાં છે.

(4:04 pm IST)