મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

દાઉદનો સાથીદાર ફારૂક ટકલો ઝડપાયો

આજે સવારે દુબઇથી મુંબઇ લાવવામાં આવ્યોઃ ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતો

મુંબઇ, તા. ૮ : ૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટના આરોપી અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્વાસુ ફારૂક ટકલાની દુબાઇથી ધરપકડ કરી મુંબઇ લાવવામાં આવ્યો છે. ૧૯૯૩ બ્લાસ્ટ બાદ ૧૯૯પમાં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.

 

૧૯૯૩ બાદ ફારૂક ટકલો ભારતથી ભાગી ગયો હતો. આજે સવારે જ એર ઇન્ડીયાની ફલાઇટથી તેને મુંબઇ લવાયો છે. ફારૂકને સીબીઆઇની ઓફીસે લઇ જવાયો છે જે પછી તેને ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

૧રમી માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇમાં એક પછી એક ૧ર બોંબ ધડાકા થયા હતાં જેમાં રપ૭ લોકોના મોત થયા હતાં અને ૭૦૦ને ઇજા થઇ હતી.

મુંબઇ બ્લાસ્ટ પાછળ દાઉદ ઇબ્રાહીમનો હાથ હતો. (૮.પ)

(10:55 am IST)